Western Times News

Gujarati News

વલસાડમાં બિનવારસી ગાડીમાંથી લાખો રૂપિયાનું બિનવારસી ચરસ મળ્યું

પ્રતિકાત્મક

વલસાડ, જિલ્લામાંથી ફરી એકવાર નશાનો કારોબર ઝડપાયો છે પણ આ વખતે જે જથ્થો મળ્યો તે બિનવારસી છે. યુવાધનને બરબાદ કરવા માટે અવારનવાર ગાંજાે, ચરસ અને દારૂનો જથ્થો ઝડપાતો હોય છે. આવા સમયે પોલીસની નાક નીચેથી પણ બુટલેગરો ગોરખધંધો કરવાનું ચાલુ રાખે છે. આ વખતે પણ વલસાડમાં આવુ જ કઈક થયું છે.

વલસાડ જિલ્લામાંથી ફરી એક વખત નશીલા કાળા કારોબારનો પર્દાફાશ થયો છે. આ વખતે વલસાડ નજીક આવેલા વેજલપુર ગામમાં બીનવારસી કાર અંગે સ્થાનિકોએ પોલીસને જાણ કરી અને પોલીસે અહીં આવી તપાસ કરી તો આંખો પહોંળી થઈ ગઈ. કારણ કે કારમાં પડ્યો હતો મોટી માત્રામાં ગાંજાે.

કારમાં રાખેલા થેલા અને ડ્રમમાં ૩૬ કિલોગ્રામ એટલે કે અંદાજિત ૩ લાખ જેટલો ગાંજાે પોલીસે જપ્ત કર્યો છે. સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઇ અને કાર અને ગાંજાને કબજે કરી પોલીસ સ્ટેશને લાવ્યા હતાં. અત્યારે પોલીસે આ બિનવારસી ગાંજાે મૂકી જનારા અજાણ્યા શખ્સો વિરુદ્ધ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.