Western Times News

Gujarati News

મુખ્યમંત્રી રૂપાણીની તબીયત સુધારા પર

વડોદરામાં ચુંટણી સભાને સંબોધતી વખતે મુખ્યમંત્રીની તબીયત લથડી -સભા સંબોધતી વખતે મુખ્યમંત્રી રૂપાણીને અચાનક ચક્કર આવ્યા- સભા ટૂંકાવી મુખ્યમંત્રી ગાંધીનગર રવાના થયા

વડોદરા, સ્થાનિક સ્વરાજયની ચુંટણીઓને ગણતરીના દિવસો બાકી છે ત્યારે દરેક પક્ષ પોતાની રીતે પ્રચાર વધારી રહયો છે આ દરમિયાન રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ પક્ષને જીતાડવા માટે તનતોડ મહેનત કરી રહયા છે જેના પગલે રવિવારે સતત ૧૪ કલાક સુધી તેમણે ચુંટણી પ્રવાસ કર્યો હતો અને વડોદરા પહોંચ્યા હતા. Doctors at an Ahmedabad hospital said that the Gujarat CM is stable and will be kept under observation for a day.

જયાં એક સભામાં સંબોધન દરમિયાન તેમનું બ્લડ પ્રેશર લો થતાં તેઓની જીભ લથડવા લાગતા સુરક્ષાકર્મીઓ સતર્ક બની ગયા હતા અને તેમની પાસે પહોંચી ગયા હતાં આ દરમિયાનમાં જ મુખ્યમંત્રી સ્ટેજ ઉપર પડવા જેવા થતાં જ સુરક્ષાકર્મીઓએ તેમને સંભાળીને સુવડાવ્યા હતા

અને ત્યારબાદ તાત્કાલિક ડોકટરને બોલાવી સારવાર કરાવી હતી અને મેડીકલ ટીમના ઓબ્ઝર્વેશન હેઠળ વડોદરાથી ગાંધીનગર લાવવામાં આવ્યા હતા સરકારી સુત્રોના જણાવ્યા મુજબ તેમની તબીયત સુધારા પર છે.

વડોદરામાં સંબોધન દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લવ જેહાદ વિરુદ્ધ કાયદા અંગે કહ્યું કે, વિધાનસભાના આગામી સત્રમાં લવ જેહાદનો કાયદો લાવીશું.

સીએમ રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે લવ જેહાદના નામે જે પ્રવૃત્તિ ચાલે છે તે ચલાવવાના ના નથી. મહત્વનું છે કે, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશ બાદ ગુજરાતમાં પણ આ કાયદાની ચર્ચાઓ ઉઠી રહી છે.

લાલચ-છેતરપિંડી દ્વારા કોઈ વ્યક્તિનું ધર્મપરિવર્તન કરાવવું કાયદા હેઠળ પ્રતિબંધિત આ ઉપરાંત ગુજરાતમાં ગુજરાત ફ્રીડમ ઓફ રિલિજિયન એક્ટ ૨૦૦૩ અંતર્ગત દબાણ, લાલચ કે પછી છેતરપિંડી દ્વારા કોઈ વ્યક્તિનું ધર્મપરિવર્તન કરાવવું કાયદા હેઠળ પ્રતિબંધિત છે, જાેકે રાજ્ય સરકારે હવે નવા કાયદાને લાવીને લવ-જેહાદ મામલે કાયદેસર પગલાં ભરવા માગે છે, હાલના ધર્મપરિવર્તનના કાયદામાં લવ-જેહાદનો દૃષ્ટિકોણ ઉમેરીને એને વધુ મજબૂત કરવા માગે છે.

રાજ્ય સરકારે આ મામલે જુદા જુદા વિભાગો ગૃહ વિભાગ, કાયદા વિભાગ અને વિધાનસભા બાબતોના વિભાગને યુપી અને મધ્યપ્રદેશની સરકારો દ્વારા લાગુ કરવામાં આવેલા લવ-જેહાદવિરોધી કાયદાનો અભ્યાસ કરવા અને એની કાયદેસરતા તપાસવા માટે જણાવ્યું છે. રાજ્ય સરકારનાં સૂત્રોએ કહ્યું હતું કે આ દરમિયાન નવો કાયદો વિધાનસભામાં પસાર થાય એ પહેલાં રાજ્ય સરકાર ઓર્ડિનન્સ એટલે કે અધ્યાદેશ દ્વારા આ કાયદાને લાગુ કરવા અંગે પણ વિચારી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.