Western Times News

Gujarati News

પશ્ચિમ રેલ્વે દ્વારા આવશ્યક સામગ્રીનો પુરવઠો ચાલુ રાખવા માટે અત્યાર સુધીમાં 891 પાર્સલ વિશેષ ટ્રેનોનું સંચાલન

પશ્ચિમ રેલ્વેની વિશેષ પાર્સલ ટ્રેનો આવશ્યક ચીજવસ્તુઓના સપ્લાયને ચાલુ રાખવા માટે દેશભરમાં સતત દોડાવવામાં આવી રહી છે અને અત્યાર સુધી પશ્ચિમ રેલ્વે દ્વારા લોકડાઉનમાં 891 સ્પેશિયલ પાર્સલ ટ્રેનો ચલાવવામાં આવી છે.

આ શ્રેણીમાં, 12 ફેબ્રુઆરી 2021 ના ​​રોજ પશ્ચિમ રેલ્વેના બાન્દ્રા ટર્મિનસથી જમ્મુ તવી અને રાજકોટથી કોઈમ્બતુર સુધીની બે ખાસ પાર્સલ ટ્રેનો દોડાવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ચાલુ નાણાકીય વર્ષમાં 11 ફેબ્રુઆરી 2021 સુધી માલ લોડિંગ અગાઉના વર્ષના 68.02 મિલિયન ટનની સરખામણીએ 69.36 મિલિયન ટન રહ્યું છે.

પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝ મુજબ 23 માર્ચ, 2020 થી 11 ફેબ્રુઆરી, 2021 સુધી આશરે 2.56 લાખ ટન વજનવાળા સામાનનું પરિવહન પશ્ચિમ રેલ્વેની 891 પાર્સલની વિશેષ ટ્રેનો દ્વારા કરવામાં આવ્યું હતું.

જેમાં મુખ્યત્વે કૃષિ ઉત્પાદનો, દવાઓ, માછલી, દૂધ વગેરે. આ પરિવહનથી આશરે 90 કરોડ રૂપિયાની આવક મળી હતી. આ સમયગાળા દરમિયાન, પશ્ચિમ રેલ્વે દ્વારા 165 મિલ્ક સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવી હતી,

જેના દ્વારા વેગનનો ઉપયોગ 1.23 લાખ ટનથી વધુના લોડિંગ સાથે શતપ્રતિશત કરવામાં આવ્યો હતો.

તેવી જ રીતે, 73 હજાર ટનથી વધુની લોડ સાથે વિવિધ આવશ્યક સામગ્રીના પરિવહન માટે 587 કોવિડ -19 સ્પેશિયલ પાર્સલ ટ્રેનો ચલાવવામાં આવી હતી.

આ ઉપરાંત, 103 ઇન્ડેન્ટ રેક્સના 100% વપરાશ સાથે 46 હજાર ટન પરિવહન કરવામાં આવ્યું છે. પશ્ચિમ રેલ્વે દ્વારા અત્યાર સુધીમાં 36 કિસાન વિશેષ ટ્રેનો ચલાવવામાં આવી છે. પશ્ચિમ રેલ્વે દ્વારા લોકડાઉન અવધિ દરમિયાન 22 માર્ચ, 2020 થી 11, ફેબ્રુઆરી 2021 સુધીમાં કુલ 31,008 ગુડ્સ રેકનો ઉપયોગ કરીને 68.92 મિલિયન ટન આવશ્યક સામગ્રીની સપ્લાય કરવામાં આવી. અન્ય પ્રાદેશિક ટ્રેનો સાથે, 63,921 ગુડ્સ ટ્રેનોનું એકબીજા સાથે પરસ્પર અદલા બદલી કરવામાં આવ્યું હતું, જેમાંથી 31,943 ટ્રેનો સોંપવામાં આવી હતી અને 31,978 ટ્રેનો વિવિધ સ્થળોએ પ્રાપ્ત થઈ હતી.

લોકડાઉન દરમિયાન મુસાફરો દ્વારા થતી આવકનું નુકસાન

કોરોના વાયરસને કારણે, પશ્ચિમ રેલ્વેને આશરે 3917 કરોડ રૂપિયા નુકશાન થયું હોવાનું અંદાજ છે. ઉપનગરીય વિભાગ પર 644 કરોડ અને બિન-ઉપનગરીય વિભાગને 3273 કરોડની ખોટ સાથે કુલ આવકનું નુકસાન થયું છે. આ હોવા છતાં, પશ્ચિમ રેલ્વે પર 1 માર્ચ, 2020 થી 11 ફેબ્રુઆરી, 2021 સુધીની ટિકિટ રદ થવાને પરિણામે 618 કરોડ રૂપિયાની વાપસી થઇ હતી. અત્યાર સુધીમાં, સમગ્ર પશ્ચિમ રેલ્વેના લગભગ 97.61 લાખ મુસાફરોએ તેમનીની ટિકિટ રદ કરાવીને તે મુજબ રિફંડ મેળવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.