Western Times News

Gujarati News

૧૬ મુદ્દા સાથે શહેરના વિકાસના વચનોઃરેલવે ક્રોસિંગ મુક્ત શહેરની જાહેરાતો કરાઇ

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોપ્રોરેસનની ચૂંટણીમાં ભાજપે આજે વિઝન ડૉક્યુમેન્ટના નામે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો. જેમા એએમસીમાં ભાજપે ૫ વર્ષમાં કરેલા કામોનો હિસાબ અને આગામી ૫ વર્ષની વિકાસની કામગીરી અંગેની જાહેરાત કરી હતી. સાથે જ ટ્રાફિકની સમસ્યા તેમજ રેલવે ક્રોસિંગ મુક્ત શહેરની જાહેરાતો કરી છે.

ભાજપના ૧૬ સંકલ્પો જાેઇએ તો * ૨૦૩૦નાં અમદાવાદનું આયોજન * નવા ફ્લાયઓવર, અંડર પાસ, રેલ્વે ક્રોસિંગ મુક્ત અમદાવાદ * એએમટીએસ એરકન્ડીશન, બસોમાં વધારો-નવી ઈલેક્ટ્રિક બસોમાં વધારો.* પોલ્યુશન મુક્ત અમદાવાદ * ગ્રીનકવર ડબલ કરવાનું આયોજન * વિધવા સહાય ધરાવતા મહિલાઓને વિનામુલ્યે બસ પ્રવાસ. * હેરીટેજ મિલકતોને પ્રોપર્ટી ટેક્ષમાં રાહત. * સ્માર્ટ પબ્લિક સ્કૂલ તથા ડે સ્કૂલનું આયોજન * પૂર્વ વિસ્તારમાં ક્રિકેટ કોચિંગ સેન્ટર * પૂર્વ વિસ્તારમાં નવી અદ્યતન હોસ્પિટલ અને સ્પોર્ટ્‌સ કોમ્પ્લેક્ષ * સ્લમ ફ્રી સીટીનું આયોજન * સીનીયર સીટીઝનો માટે અનેક યોજનાઓ * સોસાયટી-હાઉસીંગ વસાહતની મીટિંગો માટે રાહત દરે કોમ્યુનિટી હોલ. * સોસાયટીઓમાં સુવિધા * પ્રત્યેક ગાર્ડનમાં યોગા સેન્ટરનું આયોજન * સોસાયટી કોમનપ્લોટમાં આઉટડોર કસરતના સાધનો મુકવાનું આયોજન

રાજ્યમાં આગામી ૨૧મી ફેબ્રુઆરીએ ૬ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે, જેને લઈને થોડા દિવસો પહેલા કોંગ્રેસ દ્વારા શપથપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. કોંગ્રેસે શપથપત્રમાં કહ્યું છે કે, જાે કોંગ્રેસ સત્તામાં આવશે તો શું કરશે. શપથપત્રમાં કહેવામાં આવ્યું છેકે, સત્તામાં આવતાં જ આ પત્રમાં લખવામાં આવેલા એક-એક શબ્દનું પાલન કરવામાં આવશે. તમામ શહેરીજનોને સરકારની ફ્રી સેવાઓ અને સુવિધાઓ માટે ગુજરાઈટ કાર્ડ આપવામાં આવશે. સત્તામાં આવ્યાના ૨૪ કલાકમાં કોન્ટ્રેક્ટપ્રથા નાબૂદીની શરૂઆત કરવામાં આવશે તેમજ કોર્પોરેશનમાં ખાલી પડેલી જગ્યા પર ભરતીપ્રક્રિયા શરૂ કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.