CM રૂપાણીના સંપર્કમાં આવેલા નીતિન પટેલનો પણ કોરોના ટેસ્ટ થયો
ગાંધીનગર, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે કોરોના ટેસ્ટ કરાવ્યો છે. નીતિન પટેલે ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી હતી. જાે કે નીતિન પટેલનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે.
નીતિન પટેલે આ અંગે કહ્યુ હતુ કે, CM વિજય રૂપાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સાવચેતીના ભાગરૂપે ટેસ્ટ કરાવ્યો હતો, બુધવારથી રાબેતા મુજબ વડોદરા ખાતેના પ્રચાર કાર્યમાં નિતીનભાઈ જોડાશે.
સીએમ રૂપાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રચાર માટે રેલીઓ અને સભાઓને સંબોધન કરતા કરતા રૂપાણી ઢળી પડ્યા હતા ત્યારે તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા.
રૂપાણીની તબિયત સુધાર પર છે. આ અંગે યુ.એન.મહેતા હોસ્પિટલ દ્વારા બુલેટિન પ્રસારિત કરાયું છે. જેમાં ઝ્રસ્ રૂપાણીનો કોરોના અંગે આરટી પીસીઆર ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. જાે કે, સિટી સ્કેન રિપોર્ટ પણ નોર્મલ છે. મુખ્યમંત્રીનું ઓક્સિજન લેવલ પણ નોર્મલ છે. મુખ્યમંત્રીને ઓબ્ઝરવેશન હેઠળ રખાયા છે.
ભાજપના સાંસદ વિનોદ ચાવડા પણ કોરોના પોઝિટિવ આવ્યા છે જ્યારે ભાજપ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણિયાના કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં ભાજપ માટે માઠા સમાચાર છે કેમ કે, CM વિજય રૂપાણી સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં પ્રચાર નહિ કરી શકે કારણ કે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને CM રૂપાણીએ કોરોનાની સારવારના ભાગ રૂપે ૧૪ દિવસ માટે ક્વોરન્ટાઈન થવું પડશે જાે કે તેમની તબિયત સારી છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણી કોરોના પોઝિટિવ આવતા સીએમ સિક્યુરિટીના જવાનોનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવશે. મુખ્યમંત્રી નિવસ્થાને આવેલું કાર્યાલય સેનેટાઈઝ કરવામાં આવશે અને મુખ્યમંત્રીના કાર્યાલયના સ્ટાફનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવશે.