Western Times News

Gujarati News

જયાં વેરાન જમીન હતી ત્યાં કાન્હા શાંતિવન બનાવવામાં આવ્યું

શ્રી રામચંદ્ર મિશનના 75 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ ખૂબ શુભકામનાઓ. રાષ્ટ્ર નિર્માણમાં, સમાજને મજબૂતી સાથે આગળ વધારવા માટે, 75 વર્ષનો આ પડાવ ઘણો મહત્વપૂર્ણ છે. લક્ષ્ય પ્રત્યે તમારા સમર્પણનું જ પરિણામ છે કે આજે આ યાત્રા 150 થી વધુ દેશોમાં ફેલાઈ ચૂકી છે.

વસંત પંચમીના આ પાવન પર્વ પર આપણે ગુરુ રામચંદ્રજીની જન્મ જયંતીનો ઉત્સવ ઉજવી રહ્યા છીએ. આપ સૌને અભિનંદન સાથે જ હું બાબુજીને આદરપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું.શ્રી રામ ચંદ્ર મિશનના 75 વર્ષ પૂરા થવાના કાર્યક્રમ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધન દરમ્યાન જણાવ્યું હતું.

હું તમારી અદભૂત યાત્રાની સાથે જ તમારા નવા મુખ્યાલય કાન્હા શાંતિવન માટે પણ ખૂબ અભિનંદન આપું છું. મને જણાવવામાં આવ્યું છે કે જ્યાં આગળ કાન્હા શાંતિવન બનાવવામાં આવ્યું છે તે પહેલા એક વેરાન જમીન હતી. તમારા ઉદ્યમ અને સમર્પણે આ વેરાન જમીનને કાન્હા શાંતિવનમાં પરિવર્તિત કરી દીધી છે. આ શાંતિવનમ બાબુજીની શિક્ષાનું જીવતું જાગતું ઉદાહરણ છે.

આપ સૌએ બાબુજી પાસેથી મળેલ પ્રેરણાનો નજીકથી અનુભવ કર્યો છે. જીવનની સાર્થકતા પ્રાપ્ત કરવા માટે તેમના પ્રયોગ, મનની શાંતિ પ્રાપ્ત કરવા માટે તેમના પ્રયાસો, આપણાં સૌની માટે બહુ મોટી પ્રેરણા છે. આજની આ 20-20 વાળી દુનિયામાં ગતિ ઉપર બહુ ભાર મૂકવામાં આવે છે. લોકો પાસે સમયની તંગી છે.

એવી સ્થિતિમાં સહજ માર્ગના માધ્યમથી તમને લોકોને સ્ફૂર્તિવાન અને આધ્યાત્મિક રીતે સ્વસ્થ રાખવામાં બહુ મોટું યોગદાન આપી રહ્યા છે. તમારા હજારો સ્વયં સેવકો અને તાલીમાર્થીઓ સંપૂર્ણ વિશ્વને યોગ અને ધ્યાનના કૌશલ્ય વડે પરિચિત કરાવી રહ્યા છે. આ માનવતાની બહુ મોટી સેવા છે. તમારા ટ્રેનર્સ અને સ્વયં સેવકોએ વિદ્યાના સાચા અર્થને સાકાર કર્યો છે. આપણાં કમલેશજી તો ધ્યાન અને અધ્યાત્મની દુનિયામાં દા જીના નામથી વિખ્યાત છે.

ભાઈ કમલેશજીના વિષયમાં એ જ કહી શકું તેમ છું કે તેઓ પશ્ચિમ અને ભારતની સારપોના સંગમ છે. તમારા આધ્યાત્મિક નેતૃત્વમાં શ્રી રામ ચંદ્ર મિશન, આખી દુનિયા અને ખાસ કરીને યુવાનોને સ્વસ્થ શરીર અને સ્વસ્થ મનની દિશામાં પ્રેરિત કરી રહ્યું છે.

આજે વિશ્વ, ભાગદોડ વાળી જીવનશૈલી દ્વારા ઉત્પન્ન થયેલી બિમારીઓથી લઈને મહામારી અને અવસાદથી લઈને આતંકવાદ સુધીની તકલીફો સામે લડી રહ્યું છે. આવી પરિસ્થિતિમાં સહજ માર્ગ, હાર્ટફૂલનેસ કાર્યક્રમ અને યોગ, વિશ્વની માટે આશાના કિરણ સમાન છે.

વર્તમાન દિવસોમાં સામાન્ય જીવનની નાની નાની સતર્કતાઓ વડે કઈ રીતે મોટા સંકટોમાંથી બચી શકાય છે તેનું ઉદાહરણ આખી દુનિયાએ જોયું છે. આપણે સૌ એ વાતના સાક્ષી છીએ કે કઈ રીતે 130 કરોડ ભારતીયોની સતર્કતા કોરોનાની લડાઈમાં દુનિયા માટે મિસાલ બની ગઈ છે. આ લડાઈમાં આપણાં ઘરોમાં શિખવાડવામાં આવેલ વાતો, આદતો અને યોગ આયુર્વેદે પણ બહુ મોટી ભૂમિકા નિભાવી છે. આ મહામારીની શરૂઆતમાં ભારતની સ્થિતિને લઈને આખી દુનિયા ચિંતિત હતી. પરંતુ આજે કોરોના સામે ભારતની લડાઈ આખી દુનિયાને પ્રેરિત કરી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.