Western Times News

Gujarati News

કેજરીવાલ સરકારે દિલ્હીમાં ફ્લાયઓવરના નિર્માણમાં ૫૦૮ કરોડ રૂપિયા બચાવ્યા

નવીદિલ્હી: સામાન્ય રીતે એવા અહેવાલો સામે આવતા હોય છે કે સરકાર ફ્લાયઓવર બાંધવા માટે નિયત કરવામાં આવેલા અંદાજિત ખર્ચથી બે ગણો કે ત્રણ ગણો ખર્ચ કરી નાખતી હોય છે. પરંતુ દિલ્હીમાં જ્યારથી કેજરીવાલ સરકારે સત્તા સંભાળી છે ત્યારથી અભૂતપૂર્વ અને કલ્પના બહારની કામગીરી થઈ છે. કેજરીવાલ સરકારના કાર્યકાળ દરમિયાન બાંધવામાં આવેલા તમામ ફ્લાયઓવર સમયમર્યાદા કરતાં પહેલા પૂરા કરવામાં આવ્યા, આ ઉપરાંત પ્રોજેક્ટ્‌સ અંદાજિત
ખર્ચ કરતાં પણ ઓછા ખર્ચે તૈયાર કરવામાં આવ્યા છે.

દિલ્હીની જનતાની રોજિંદા વાહન વ્યવહારની સમસ્યાઓનો ઉકેલ શોધતા કેજરીવાલ સરકારે દેશની રાજધાનીમાં અનેક ફ્લાયઓવર પ્રોજેક્ટ્‌સનું નિર્માણ કરાવ્યું. સરકારે શાસ્ત્રીનગર પાર્ક અને સીલમપુર બંને ફ્લાયઓવ પ્રોજેક્ટને રેકોર્ડ ટાઇમમાં પૂરા કર્યા. આ ઉપરાંત બંને પ્રોજેક્ટના અંદાજિત ૩૦૩ કરોડની જાેગવાઈ સામે માત્ર ૨૫૦ કરોડના ખર્ચે તેને તૈયાર કર્યા. જેના કારણે ૨૩ કરોડની બચત થઈ. આ બંને ફ્લાયઓવર તૈયાર થઈ જતાં રોજિંદા ૧.૫ લાખ વાહનોને ટ્રાફિકની સમસ્યાથી મુક્તિ મળી છે.

આ પ્રોજેક્ટમાં હાથ ધરાયેલા ૧૦ કામોમાં દિલ્હી સરકારે ૧૨૫ કરોડ રૂપિયાની બચત કરી. સમગ્ર પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ ૪૨૨ કરોડ રૂપિયા હતો. જેની સામે કેજરીવાલ સરકારે તેને માત્ર ૨૯૭ કરોડ રૂપિયામાં પૂરો કરી દીધો. આમ દિલ્હીવાસીઓના ૧૨૫ કરોડ રૂપિયાની બચત થઈ.

આ ઉપરાંત દિલ્હીની કેજરીવાલ સરકારે અન્ય ત્રણ પ્રોજેક્ટમાં ૩૦૦ કરોડ રૂપિયા બચાવ્યા. મંગલપુરીથી મધુબન ચોક પ્રોજેક્ટની કિંમત ૪૨૩ કરોડ નક્કી કરવામાં આવી હતી જેની સામે પ્રોજેક્ટ ૩૨૩ કરોડમાં પૂરો થતાં ૧૦૦ કરોડની બચત થઈ. વિશેષમા; મીરા બાગથી વિકાસપુરીનો એલેવેટેડ કોરિડોરનો અંદાજિત ખર્ચ ૫૬૦ કરોડ હતી જેને માત્ર ૪૬૦ કરોડમાં પૂર્ણ કરાતાં તેમાં પણ ૧૦૦ કરોડ રૂપિયાની બચત થઈ. આવી જ રીતે પ્રેમ બારાપુલાથી આઝાદપુર કોરિડોરની અંદાજિત કિંમત ૨૪૭ કરોડ રૂપિયા હતી જેનું કામ ૧૩૭ કરોડ રૂપિયામાં પૂરી થતાં ૧૧૦ કરોડની મોટી બચત થઈ.

મોટા અને મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ્‌સમાં કેજરીવાલ સરકારની દૂરંદેશિતા અને
સમયસર પ્રોજેક્ટ હાથ ધરાતાં કરોડો રૂપિયાની બચત થઈ. આ ઉપરાંત દિલ્હી સરકારે નાના પ્રોજેક્ટ્‌સ જેનો અંદાજિત ખર્ચ ૧૦૦ કરોડ રૂપિયાથી પણ ઓછો હોય તેને પણ ઓછા ખર્ચે તૈયાર કરીને કરોડો રૂપિયાની બચત કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.