Western Times News

Latest News from Gujarat

ભૂતિયા વાહનોના દસ્તાવેજાે બતાવી બેંકને કરોડોનો ચૂનો

Files Photo

સુરત: સુરતમાં બેન્કને ચૂનો ચોપડવાના કેસમાં એક એવી ત્રિપૂટી ઝડપાઈ છે જેની કરતૂત જાણીને તમે ચોંકી જશો. ખટોદરા પોલીસે ઝડપેલા પઠાણ બંધુઓએ તેમની આ કરતૂત દ્વારા આઈસીઆઈસીઆઈ બેંકને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડ્યો છે. ખટોદરા શાખાની આઈસીઆઈસીઆઈ બેન્કમાં ટાટા મોટર્સ અને અશોક લેલન કંપની દ્વારા ઉત્પાદિત કરવામાં નહી આવેલા વાહનોને હયાત બતાવ્યા હતા.

તેના બોગસ દસ્તાવેજાે અને વીમા પોલીસી રજુ કરી ૩૧ વાહનો ઉપર કુલ રૂપિયા ૬.૮૭ કરોડની લોન લઈ તેના રૂપિયા ૪.૩૪ કરોડની ભરપાઈ નહી કરવાના ભુતિયા વાહન લોન કૌભાંડમાં માસ્ટર માઈન્ડ પઠાણ બંધુ સહિત ત્રણની પોલીસે ધરપકડ કરી છે. સુરતના અડાજણ તાડવાડી પરીમલ પાર્કમાં રહેતા સાગરભાઈ શીરીષભાઈ દિક્ષીત (ઉ.વ.૩૨) ઉધના મગદલ્લા રોડ ખટોદરા પોલીસ સ્ટેશનની સામે આવેલ આઈસીઆઈસીઆઈ બેન્કમાં રિલેશનશીપ મેનેજર તરીકે નોકરી કરે છે.

સાગરે ગત તારીખ ૯મી ફેબ્રુઆરીના રોજ આશીષ બાબુ કાકડીયા, ભાવેશ્વશ કાલુ ગજેરા, ઈમરાન કાલુ પઠાણ, જગદીશ કનુ ગોડંલીયા, જીગ્નેશ ભીમજી વીરાણી, કાનજી ઠાકરશી વાઘાણી, કપીલ પરસોત્તમ કોઠીયા, રાજેશ માઘા સોજીત્રા, રમેશ ભીખા વસોયા, વિજય મકોડ ઢોલીયા, વિનોદ પરસોત્તમ દુધાત, વિપુલ બાબુ વઘાસીયા, સુશીલ શર્મા, વિકાસ શર્મા, ઈર્શાદ કાલુ પઠાણ સામે છેતરપિંડીની ફરિયાદ કરી હતી.

રૂપિયા ૪,૮૪,૩૪,૮૮૬ની છેતરપિંડીની ફરિયાદ તેમના દ્વારા નોધાવાી હતી. જેમાં જણાવ્યું હતું કે આરોપીઓ ઍકબીજાની મદદથી એપ્રિલ ૨૦૧૭થી ડિસેમ્બર ૨૦૧૮ના સમયગાળામાં અશોક લેલન અને ટાટા મોટર્સ કંપનીમાં ઉત્પાદિતકરવામાં આવેલા નથી તેવા

વાહનોને હયાત બતાવી તેના વાહનોના બોગસ દસ્તાવેજ અને વીમા પોલીસી બેન્કમાં રજુ કરી જુદા જુદા ૩૧ વાહનો ઉપર કુલ ૩૧ જેટલી લોનો ઉપર રૂપિયા ૬,૮૭,૨૦,૦૧૧ની લોન લીધી હતી. આરોપીઓએ શરુઆતમાં ભરપાઈ કર્યા બાદ પાછળથી ભરપાઈ કરવાનું બંધ કરી બેન્કના લેવાના નિકળતા રૂપિયા ૪,૮૪,૩૪,૮૩૬ની ભરપાઈ નહી કરી છેતરપિંડી કરી હતી.

આ કેસમાં ક્રાઈમ બ્રાન્ચે ગઈકાલે .ઈર્શાદ કાલુ પઠાણ, ઈમરાન કાલુ પઠાણ અને કપિત પરસોત્તમ કોઠીયાની ધરપકડ કરી હતી.જાેકે આરોપી અગાવ આજ પ્રકારે ગુણ કારિયા છે કે કેમ તે દિશામાં પોલીસ દ્વારા તપાસ સાહરુ કરવામાં આવી છે ત્યારે આ ગુનામાં હજુ તપાસ સરમિયાન અનેક બેડ ઉકલે તેવી આશકા વ્યક્ત કરવામાં આવી છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers