Western Times News

Gujarati News

કંગાળ પાકિસ્તાને હવે આઇએમએફની પાસે ૫૦ કરોડ ડોલર માંગ્યા

ઇસ્લામાબાદ: નવું પાકિસ્તાન બનાવવાનું વચન આપી સત્તામાં આવેલ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને જાણે એવું નક્કી કરી લીધુ છે કે તે પાકિસ્તાનને દેવામાં ડુબાડીને જ રહેશે સત્તામાં આવતા પહેલા ઇમરાને વચન આપ્યું હતું કે તે વિદેશી સંસ્થાનોથી કર્જ લેવાની સંસ્કૃતિ પર રોક લગાવશે પરંતુ હવે તે ખુદ જ કર્જ પર કર્જ લઇ રહ્યાં છે નવો મામલો આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષનો છે જેની પાસે પાકિસ્તાન ૫૦ કરોડ ડોલરનું કર્જ લેવા જઇ રહ્યું છે તે પણ ત્યારે જયારે દરેક પાકિસ્તાની નાગરિક પર ૧ લાખ ૭૫ હજાર રૂપિયાનું કર્જ છે.

પાકિસ્તાન સરકાર અને આઇએમએફની વચ્ચે સુારાને લઇ એક સમજૂતિ થઇ છે.આ સમજૂતિ બાદ હવે પાકિસ્તાનને આએમએફથી ૫૦ કરોડ ડોલરનું કર્જ મળવાનો માર્ગ સાફ થઇ ગયો છે પાકિસ્તાનના નાણાં મંત્રાલય તરફથી જારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અર્થવ્યવસ્થાને મદદ કરવામાં આવશે અને માળખાગત સુધાર કરવામાં આવશે નાણાં મંત્રી અબ્દુલ હાફિજ શેખે કહ્યું કે આ પાકિસ્તાન માટે સારા સમાચાર છે.

પાકિસ્તાન આ કર્જ એવા સમયે લઇ રહ્યું છે જયારે તાજેતરમાં પાકિસ્તાનની સંસદમાં ઇમરાન ખાન સરકારે કબુલ કર્યું હતું કે હવે દરેક પાકિસ્તાનની ઉપર એક લાખ ૭૫ હજાર રૂપિયાનું કર્જ છે તેમાં ઇમરાન ખાનની સરકારનું યોગદાન ૫૪૯૦૧ રૂપિયા છે જે કર્જની કુલ રકમના ૪૬ ટકાનો હિસ્સો છે. કર્જનો આ બોજ પાકિસ્તાનીઓ પર છેલ્લા બે વર્ષમાં વધી રહ્યો છે એટલે કે જયારે ઇમરાને પાકિસ્તાનની સત્તા સંભાળી ત્યારે દેશના દરેક નાગરિકની ઉપર ૧૨૦૦૯૯ રૂપિયાનો કર્જ હતો.

નાણાંકીય વર્ષ ૨૦૨૦શ્‌-૨૧ના રાજકોષીય નીતિ પર નિવેદન આપતા પાકિસ્તાનના નાણાં મંત્રાલયે એ પણ માન્યુ કે ઇમરાન ખાન સરકાર રાજકોષીય ધાટને રાષ્ટ્રીય અર્થવ્યવસ્થાના ચાર ટકા સુધી કરવામાં નિષ્ફળ રહી છે આ રીતે સરકારે ૨૦૦૫ની રાજકોષીય જવાબદારી અને લોન સીમા અધિનિયમનો ભંગ કર્યો છે.

ઇમરાન ખાનની પાકિસ્તાન તહરીક એ ઇસાફ પીટીઆઇ સરકારના કાર્યકાળ દરમિયાન લોકોની ઉપર ૫૪,૯૦૧ રૂપિયાનું કર્જ વધ્યું છે જુન ૨૦૧૮માં પાકિસ્તાનનું કુલ જાહેર કર્જ ૧૨૦,૦૯૯ ટ્રિલિયન પાકિસ્તાની રૂપિયા હતું ઇમરાન ખાનના નેતૃત્વવાળી સરકાર પહેલા કર્જની આ રકમ ૨૮ ટકા વધી ૩૩,૫૯૦ ટ્રિલિયન રૂપિયા થઇ ગઇ જયારે તેના આગામી વર્ષ આ કર્જ ૧૪ ટકા વધુ વધી ગયું


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.