Western Times News

Gujarati News

છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૧૨,૮૮૧ નવા પોઝિટિવ કેસો નોંધાયા

Files Photo

નવીદિલ્હી: અનેક રાજ્યોમાં યોજાઈ રહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અને લગ્ન સીઝનની વચ્ચે કોરોના સંક્રમણના કેસોમાં આંશિક વધારો જાેવા મળી રહ્યો છે. આ ઉપરાંત થોડા સમય સુધી એક દિવસમાં મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યા ૧૦૦થી નીચે પહોંચી હતી તેમાં પણ વધારો નોંધાયો છે. આ દરમિયાન ૯૪ લાખથી વધુ લોકોને કોરોનાની વેક્સીન આપવામાં આવી ચૂકી છે.

દેશમાં અત્યાર સુધીમાં કુલ ૯૪,૨૨,૨૨૮ લોકોને કોવિડ વેક્સીન આપવામાં આવી ચૂકી છે. બીજી તરફ, ગુરુવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૧૨,૮૮૧ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૧૦૧ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે.

દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૧,૦૯,૫૦,૨૦૧ થઈ ગઈ છે.
બીજી તરફ, કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૧ કરોડ ૬ લાખ ૫૬ હજાર ૮૪૫ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ૧૧,૯૮૭ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં ૧,૩૭,૩૪૨ એક્ટિવ કેસો છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ ૧,૫૬,૦૧૪ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.

વિશેષમાં, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ ગુરુવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૧૭ ફેબ્રુઆરી સુધીમાં ભારતમાં કુલ ૨૦,૮૭,૦૩,૭૯૧ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, બુધવારના ૨૪ કલાકમાં ૭,૨૬,૫૬૨ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૨૭૮ કેસ નોંધાયા છે. જેની સામે ૨૭૩ દર્દીઓ સાજા થયા છે. ૨૪ કલાકમાં રાજ્યમાં કોવિડ-૧૯ના કારણે એક દર્દીનું મોત થયું છે.

રાજ્યમાં કુલ મૃત્યુઆંક ૪૪૦૩ થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર ૯૭.૭૦ ટકા છે.
રાજયમાં અત્યાર સુધીમાં કુલ ૮,૦૫, ૬૩૦ વ્યક્તિઓનું રસીકરણ થયું છે. ગુજરાતમાં અત્યારે કુલ ૧૭૦૩ દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં ૩૨ દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં ૧૬૭૧ દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૨૫,૯૯,૨૮ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.