Western Times News

Gujarati News

દક્ષિણ ગુજરાત વિજ કંપનીના વીજધાંધિયાથી ઉદ્યોગો તોબા પોકારી ગયા!!

પીજીવીસીએલને કુલ ર૬પ૮૦૩, યુજીવીસીએલને કુલ ૧પ૩૪૧પ, ડીજીવીસીએલને ૩૩ર૦૪૪ અને એમજીવીસીએલને ર૦૮પ૭૧ ફરીયાદો મળી

સરકારી વીજકંપનીઓને સ્ટાફની તંગી છતાં રોજ ૧૦,૬૬પ ફરીયાદોનો ઉકેલ!!

(એજન્સી) ગાંધીનગર, ગુજરાત સરકારની ચાર વીજવિતરણ કંપનીઓએ એવો નવાઈ પમાડે એવો દાવો કર્યો છે કે એમને ર૦ર૦-ર૧ ના બીજા ક્વાર્ટરમાં યાને કે જુલાઈ-ઓગષ્ટ-સપ્ટેમ્બર ર૦ર૦ દરમ્યાન વિવિધ પ્રકારની કુલ ૯,પ૯,૮૩૩ ફરીયાદો વીજગ્રાહકો તરફથી મળી છે. અને આ બધી ફરીયાદોનું કંપનીઓના સ્તરેથી નિવારણ થઈ ચુક્યુ છે.

જર્ક દ્વારા સરકારી કંપનીઓના આ દાવાને મંજુર પણ કરાયો છે. વાસ્તવમાં સરકારી વીજ કંપનીઓ આંકડાઓની માયાજાળ ઉભી કરી ખોટો પબ્લીસિટી સ્ટન્ટ કરી રહી છે. કારણ કે ૯૦ દિવસમાં ૯પ૯૮૩૩ ફરીયાદોનું નિવારણ અર્થાત એક દિવસમાં ૧૦૬૬પ ફરીયાદોનું નિવારણ થયુ. એટલે વીજ નિષ્ણતો સ્વાભાવિક પ્રશ્ન એ ઉભો કરી રહ્યા છે કે શું એક દિવસમા ૧૦૬૬પ ફરીયાદોનું નિવારણ કરવા માટે આ ચાર કંપનીઓ પાસે પૂરતો સ્ટાફ છે ખરો??

જાે પુરતો સ્ટાફ જ નથી તો સરકારી કંપનીઓનો દાવો બોગસ અને માત્ર પોતાની વાહવાહી કરવા માટેનો જ છે એ સિધ્ધ થાય છે. ઉકત ગાળામાં પેન્ડીંગ સાથે પીજીવીસીએલને કુલ ર૬પ૮૦૩, યુજીવીસીએલને કુલ ૧પ૩૪૧પ, ડીજીવીસીએલને ૩૩ર૦૪૪ અને એમજીવીસીએલને ર૦૮પ૭૧ ફરીયાદો મળી હતી.

આ બધી ફરીયાદોમાં સૌથી વધુ ૯૭૮૯૦ માસિક ફરીયાદો લુઝ કનેકશન બાબતની હતી. પીજીવીસીએલમાં આ ફરિયાદો માસિક ર૯૬૭ર હતી. જે ચારેય કંપનીઓમાં સૌથી વધુ હતી.બીજા ક્રમે મહિને ૮૧પ૪૬ ફરીયાદો પાવરના ધાંધિયા બાબતેની હતી.

ડીજીવીસીએલમાં આ ફરીયાદો સૌથી વધારે હતી. ત્યાં મહિને ૩૯૧૯૮ ફરીયાદો મળી હતી. દક્ષિણ ગુજરાત વીજકંપની સૌથી વધુ આદ્યોગિક એકમોને વીજળી પૂરી પાડે છે. જેમને સરકારી કંપનીના વીજ ધાંધિયા નડતા હતા. તેઓ તોબા તોબા પોકારી ગયા હતા. આ બધી વીજ ફરીયાદોમાં બગડેલા મીટર, બિલની રકમ, છૂટા અને નબળા વાયરીંગ, રીફડની રકમ, મીટર રીડીંગ વગેરે બાબતો પણ સામેલ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.