Western Times News

Gujarati News

NASAનું રોવર મંગળ પર સફળતાપૂર્વક લેન્ડ થયું

વોશિંગ્ટન: અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસાએ મંગળ ગ્રહ પર માર્સ પર્સિવરેંસ રોવર મોકલવામાં સફળતા પ્રાપ્ત કરી છે. અમેરિકાની અંતરિક્ષ એજન્સીએ રાત્રે લગભગ ૨ઃ૩૦ વાગ્યે પોતાના માર્સ પર્સિવેરેંસ રોવરનો જેજેરા ક્રેટરમાં સફળતાપૂર્વક લૅન્ડ કરાવ્યું.

૬ પૈડાવાળું આ ઓવર મંગળ ગ્રહ પર ઉતરીને ત્યાં અનેક પ્રકારની જાણકારી એકત્ર કરશે અને એવા ખડકોને લઈને આવશે, જેનાથી એ સવાલોના જવાબ મળી શકે કે શું લાલ ગ્રહ પર ક્યારેય જીવન હતું. જેજેરા ક્રેટર મંગળ ગ્રહનું અર્ંતિમ દુર્ગમ સ્થળ છે.

અહીં ઊંડી ઘાટીઓ અને પહાડો છે. તેની સાથે જ અહીં રેતીના ટીલા અને મોટામોટા પથ્થર તેને વધુ ખતરનાક બનાવી દે છે. એવામાં પર્સિવેરેંસ માર્સ રોવરની લૅન્ડિંગની સફળતા પર સમગ્ર દુનિયાની નજર હતી. રોવરના મંગળ ગ્રહ પર લૅન્ડિંગની સાથે જ અમેરિકા મંગળ ગ્રહ પર સૌથી વધુ રોવર મોકલનારો દુનિયાનો પહેલો દેશ બની ગયો છે.

એવું માનવામાં આવે છે કે જેજેરા ક્રેટરમાં પહેલા નદી વહેતી હતી જે એક લેકમાં જઈને મળતી હતી. ત્યારબાદ ત્યાં પંખાના આકારનો ડેલ્ટા બની ગયો. વૈજ્ઞાનિકો તેના માધ્યમથી એ જાણવાનો પ્રયાસ કરશે કે શું મંગળ ગ્રહ પર ક્યારેય જીવન હતું. વૈજ્ઞાનિકોનું માનવું છે કે જાે ક્યારેય મંગળ ગ્રહ પર જીવન રહ્યું હતું તો તે ત્રણથી ચાર અરબ વર્ષ પહેલા રહ્યું હશે,

જ્યારે ગ્રહ પર પાણી વહેતું હતું. વૈજ્ઞાનિકોને આશા છે કે રોવરથી દર્શનશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર અને અંતરિક્ષ વિજ્ઞાન સાથે જાેડાયેલા અગત્યના સવાલના જવાબ મળી શકે છે. આ પ્રોજેક્ટના વૈજ્ઞાનિક કેન વિલિફોર્ડે કહ્યું કે, શું આપણે એક વિશાળ બ્રહ્માંડ રુપી રણમાં એકલા છીએ કે બીજે ક્યાંય પણ જીવન છે?

શું જીવન ક્યારે પણ, ક્યાં પણ અનુકૂળ પરિસ્થિતિઓના કારણે હોય છે? પર્સિવરેંસ નાસા દ્વારા મોકલવામાં આવેલું અત્યાર સુધીનું સૌથી મોટું રોવર છે. ૧૯૭૦ના દશક બાદથી નાસાનું આ નવમું મંગળ અભિયાન છે.

નાસાના વૈજ્ઞાનિકોએ કહ્યું કે રોવરને મંગળની સપાટી પર ઉતારવા દરમિયાન સાત મિનિટનો સમય શ્વાસ થંભાવી દેનારો હતો. રોવરે જેવું મંગળ ગ્રહ સફળતાપૂર્વક લૅન્ડ કર્યું તો વૈજ્ઞાનિકોની ખુશીનો પાર ન રહ્યો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.