Western Times News

Gujarati News

ગઠિયાઓ ૨.૨૨ લાખના દાગીનાની લૂંટ કરીને ફરાર

અમદાવાદ: અમદાવાદ શહેરના શારદામંદિર રોડ પર વિચિત્ર લૂંટની ઘટના બની છે. એક મહિલા લોકરમાંથી દાગીના કાઢી ઘરે જવા નીકળી હતી. જે દાગીના હતા તેમાંથી એક બ્રેસલેટ તેમણે હાથમાં પહેરી લીધું હતું. બાકીના દાગીના બેગમાં મૂકી આ બેગ વાહનની આગળના ભાગે પગ મુકવાની જગ્યાએ મૂકી દીધું હતું. એક સોસાયટી પાસે પહોંચતા જ એક શખ્સ આવ્યો અને તેણે આ મહિલાના હાથમાંથી બ્રેસલેટ ખેંચ્યું ને મહિલા રોડ પર પટકાયા. આ પરિસ્થિતિ નો મોકો લઈ શખસ આખી બેગ જ લૂંટી (ન્ર્ર્ં) ગયો હતો. આ બેગમાં ૨.૨૨ લાખના દાગીના હોવાથી મહિલાએ પોલીસને જાણ કરી હતી.

પાલડી પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. શારદામંદિર રોડ પર આવેલા કૈલાશ માનસરોવર ફ્લેટમાં રહેતા માનસીબહેન શાહ ધરણીધર ખાતે આવેલા એક ઇન્સ્ટિટ્યૂટ માં લેક્ચરર તરીકે નોકરી કરે છે. શારદા મંદિર રોડ પર આવેલી બેન્ક ઓફ ઇન્ડિયામાં તેમનું પતિ સાથે જાેઈન્ટ લોકર તેઓ ધરાવે છે. ગુરુવારે તેઓ તેમનું વાહન લઈને બેંકમાં લોકર રૂમમાં ગયા હતા. જ્યાંથી તેઓએ આશરે ૧૧ તોલાના બે સેટ, બગડીઓ અને ચેઇન લીધા હતા. અન્ય દાગીના પણ આ મહિલા પાસે હતા.

જે દાગીના લોકરમાંથી કાઢ્યા હતા તે તેમને એક બેગમાં મૂકી વાહનના આગળના ભાગે મુક્યા હતા. બીજ દાગીના હેન્ડ બેગમાં મૂકી દીધા હતા. આ દાગીનાઓમાંથી તેમને એક બ્રેસલેટ હાથમાં પહેર્યું અને તેવો ઘરે જવા નિકલ્યા હતા. ત્યારે એક સોસાયટી પાસે પહોંચ્યા ત્યારે વળવા જતા તેઓએ વાહન ધીમું પાડ્યું અને તેવામાં જ પાછળથી એક બાઇક પર શખખ આવ્યો અને માનસીબહેનના હાથમાંથી બ્રેસલેટ ખેંચ્યું હતું. માનસીબહેન રોડ પર પટકાયા અને શખસ વાહનમાં મુકેલી બેગ પણ લઈ હતો રહ્યો હતો. માનસીબહેને બુમાબુમ કરી પણ શખસ ત્યાંથી ૨.૨૨ લાખના દાગીના લૂંટી ફરાર થઈ ગયો હતો. આ મામલે તેઓએ પાલડી પોલીસને જાણ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.