Western Times News

Gujarati News

હિન્દુસ્તાન કોકાકોલાની ઊર્જા જરૂરિયાતો પૈકીની ૫૦ ટકા જરૂરિયાતો સ્વચ્છ ઊર્જાના માધ્યમથી પૂરી કરી

2020માં પુનઃવપરાશી અને સ્વચ્છ ઊર્જા દ્વારા 76,500 ટન કાર્બન ઉત્સર્જન ઓફસેટ કર્યું

બેંગ્લોર, ભારતની ટોચની એફએમસીજી કંપનીઓમાં પૈકીની એક, હિન્દુસ્તાન કોકાકોલા બેવરેજીસ (એચસીસીબી)એ તેની કુલ ઊર્જા જરૂરિયાતો પૈકીની 50 ટકા જરૂરિયાતો પુનઃપ્રાપ્ય અને સ્વચ્છ ઊર્જાના માધ્યમથી પૂરી કરવા માટે તેની પુનઃપ્રાપ્ય અને ક્લિન એનર્જીની ક્ષમતામાં વધારો કર્યો છે.

જે અંતર્ગત કંપનીએ તેના બોઈલર્સમાં સૌર અને પવન ઉર્જાના ઉપયોગથી કાર્બન ઉત્સર્જનમાં વાર્ષિક 46,500 ટન અને જૈવિક ઈંધણના ઉપયોગથી 30,000 ટનનું સંતુલન સાધ્યું છે. એચસીસીબી દ્વારા 50 ટકા રિન્યુએબલ અને ક્લિન એનર્જીનો વપરાશ કરવાની વાતાવરણ પર થતી અસર એ વર્ષે 35 લાખ વૃક્ષો દ્વારા ગ્લોબલ વોર્મિંગમાં થતાં ઘટાડાની સમકક્ષ છે.

આ સીમાચિહ્ન 2015ના આધાર વર્ષ (વિજ્ઞાન આધારિત લક્ષ્ય)થી 2030 સુધીમાં કંપનીના કાર્બન ઉત્સર્જનને 25 ટકા ઘટાડવાની કંપનીની યોજનાને અનુરૂપ છે. એચસીસીબીમાં રહેલા પુનઃપ્રાપ્ય ઉર્જાના સ્ત્રોતથી થતું એચસીસીબીનું કુલ વાર્ષિક સ્થાપિત વીજ ઉત્પાદન 2019ના 70 મિલિયન યુનિટ્સથી વધીને હાલ આશરે 95 મિલિયન યુનિટ્સ થયું છે. હાલમાં એચસીસીબીની 15માંથી 8 જેટલી ફેક્ટરીઓ પુનઃપ્રાપ્ય અને સ્વચ્છ સ્રોતોમાંથી લગભગ 50 ટકા જેટલી ઊર્જાનો ઉપયોગ કરે છે.

આ સિદ્ધિ અંગે બોલતાં એચસીસીબીના સપ્લાય-ચેઈન વિભાગના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર આલોક શર્માએ જણાવ્યું હતું કે સાતત્યપૂર્ણ ભાવિ તરફના અમારા પ્રવાસમાં આ એક અત્યંત મહત્વનું સીમાચિહ્ન છે. એચસીસીબીમાં અમારું માનવું છે કે રિન્યુએબલ ઉર્જામાં રોકાણ એ માત્ર આપણી પૃથ્વી માટે જ નહીં પરંતુ કારોબાર માટે પણ આવશ્યક છે. અમે અમારી જવાબદારીથી સુપેરે વાકેફ છીએ અને ઉત્પાદન સપ્લાય ચેઈનમાં પુનઃપ્રાપ્ય ઊર્જાને પ્રોત્સાહન આપવા માટેની અમારી સિસ્ટમની ક્ષમતાથી ઉત્સાહિત છીએ.”

એચસીસીબીએ તેની તમામ ફેક્ટરીઝમાં પુનઃપ્રાપ્ય ઉર્જાનો ઉપયોગ કરવા માટે વિવિધ પહેલ હાથ ધરી છે. જે પૈકીની કેટલીક મહત્વની પહેલમાં, ફર્નેસ ઓઈલ બોઈલરને પીએનજી (પાઈપ્ડ નેચરલ ગેસ)માં રૂપાંતરિત કરવી, બોઈલર માટે મગફળી અને નારિયેળના છોંતરા જેવા કૃષિ કચરામાંથી તૈયાર થયેલી બ્રિકેટ્સનો ઉપયોગ કરવો,

વીજ ઉત્પાદન માટે સાઈટ પર જ સોલાર રૂફટોપ્સ લગાવવા, વિવિધ રાજ્યોની વીજ ગ્રીડ પાસેથી પવન અને સૌર ઉર્જા થકી વીજળી મેળવવા માટે પાવર પરચેઝ એગ્રીમેન્ટ (પીપીએ) કરવા, ઉર્જા કાર્યક્ષમ ટેક્નોલોજી અપનાવવી તથા પરંપરાગત બલ્બસ અને લાઈટને બદલે ફેક્ટરીઝમાં એલઈડી લાઈટ્સ લગાવવી વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અન્ય વધારાના પગલામાં, બ્રિકેટ સ્ટીમ પર કાર્યરત ચિલિંગ ઓપરેશન્સ માટે વેપર એબ્સોર્પ્શન મશીન(વીએએમ) અપનાવવું વગેરેનો સમાવેશ થાય છે.

કંપનીએ 2020ની મહામારી દરમિયાન વધારાના 7 રિન્યુએબલ ઉર્જા પ્રોજેક્ટ્સને કાર્યરત કર્યાં હતાં. કંપનીની વિવિધ ફેક્ટરીમાં સ્થાપિત આ પ્રોજેક્ટ્સ, વિવિધ સ્ટેટ ગ્રીડ્સ સાથેના પાવર પર્ચેઝ એગ્રીમેન્ટ (પીપીએ)ના માધ્યમથી 23.5 મિલિયન યુનિટ્સનો સ્રોત હાંસલ કરવા માટે તૈયાર કરાયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.