Western Times News

Gujarati News

અમદાવાદ મનપાની ચૂંટણીમાં 23.71 લાખ પુરૂષ અને 21.70 લાખ સ્ત્રી મતદારો મતદાન કરશે

અમદાવાદ શહેર મહાનગરપાલિકા ચૂંટણી માટે તંત્ર સજ્જ: કલેક્ટર સંદીપ સાગલે

રાજ્યમાં ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યુ છે. 21મી ફેબ્રુઆરી, રવિવાર  ના રોજ રાજ્યની વિવિધ મહાનગરપાલિકાઓમાં મતદાનની પ્રક્રિયા અને 23 મી ફેબ્રુઆરી 2021 ના દિવસે મતગણતરી હાથ ધરવામાં આવશે.

જેના ભાગરૂપે અમદાવાદ શહેર મહાનગરપાલિકામાં પણ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનું સુવ્યસ્થિત રીતે આયોજન કરવામાં આવ્યુ હોવાનું અમદાવાદ શહેર ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રી સંદીપ સાગલે એ જણાવ્યું છે.

અમદાવાદ મહાનગરપાલિકામાં કુલ 48 વોર્ડમાં 192 બેઠકો માટે ચૂંટણી યોજાનાર છે. જે માટે ચૂંટણી તંત્ર દ્વારા 4550 મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે.સમગ્ર ચૂંટણી પ્રક્રિયાના વ્યવસ્થાપન અને દેખરેખ માટે 16 આર.ઓ(રીટર્નીંગ ઓફીસર) અને 16 એ.આર.ઓ(આસીસ્ટન્ટ રીટર્નીંગ ઓફીસર) દ્વારા કરવામાં આવશે. મતદાન માટે તંત્ર દ્વારા ઇ.વી.એમ. હેઠળ કુલ 10920 બી.યુ.(બેલેટીંગ યુનિટ) અને 5460 સી.યુ.(કંટ્રોલ યુનિટ) કાર્યરત કરવામાં આવ્યા છે. આ તમામ ચૂંટણી પ્રકિયાના સુચારૂ સંચાલન માટે 28161 પોલીંગ સ્ટાફને ફરજ પર તહેનાત કરવામાં આવ્યા છે.

અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં 23 લાખ 71 હજાર 60 પુરૂષ મતદાર અને 21 લાખ 70 હજાર 141 સ્ત્રી મતદારો, 145 જેટલા અન્ય મતદારો એમ કુલ 45 લાખ 41 હજાર 346 મતદારો અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદાન કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.