Western Times News

Latest News from Gujarat

પ્રેમ પ્રકરણમાં મગજ ઉપર કંટ્રોલ ગુમાવી સર્ગભા મહિલાના પેટ પર લાત મારી

અમદાવાદ, પ્રેમ પ્રકરણમાં પોતાના મગજ ઉપર કંટ્રોલ ગુમાવી દેનારા રોમીયોએ સર્ગભા મહિલાના પેટ ઉપર જાેરદાર લાત મારી દેતા ગર્ભમાં રહેલા બાળકનું મોત નીપજ્યું છે. માંએ બે આરોપીઓની સામે નારોલ પોલીસ સ્ટેશનમાં મારામારી અને ગર્ભમાં રહેલ બાળકની હત્યા કરવાની ફરિયાદ નોંધાવી છે.

નારોલ વિસ્તારમાં રહેતો પંકજ પાંડેને તારાકુમારી નામની મહિલા ખુબજ પસંદ હતી અને તેની જાેડે તે લગ્ન કરવા ઈચતો હતો. પરંતુ, મહિલાએ લગ્ન કરવાનું કડક શબ્દોમાં ના પાડીને તેને હેરાન પરેશાન કરવાનું બંધ કરવાનું કહેતા આરોપી એકદમ ઉશ્કેરાઈ ગયો હતો.

ગુસ્સામાં લાલઘૂમ થયેલા પંકજે પોતાના મિત્ર શનિ પાંડેની સાથે મળીને તે મહિલાની ભાભીના ઘરે પહોંચી ગયો હતો. જ્યાં પંકજે કમલાવતી બેનની સાથે ઝઘડો કરીને જણાવ્યું હતું કે હું તારી નણંદ તારાકુમારી સાથે લગ્ન કરવા માંગુ છુ. વાળતા જવાબમાં કમલાવતીએ ના પાડી દેતા આરોપીએ મહિલાની સાથે મારામારી શરુ કરી દીધી હતી.

ઘરમાં એકલી હોવાથી બચાવ કરવાનો સમય કમલાવતી બેનને ન મળ્યો હતો. જેથી આરોપીએ મહિલાના પેટના ભાગે જાેરદાર લાત મારી દીધી હતી. મહિલા ગર્ભવતી હોવાથી તેણીને પેટમાં ભારે દુખાવો ઉપડ્યો હતો. મહિલાની ચીસો સાંભળીને આજુબાજુના લોકો એકત્ર થતા બંને આરોપીઓ ત્યાંથી નાસી છૂટ્યા હતા.

પેટના દુખાવામાં તડપી રહેલી મહિલાને આસપાસના લોકોએ ઉઠાવીને તાત્કાલિક એલજી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ મહિલાની શારીરિક ચકાસણી કરતા ગર્ભમાં રહેલા બાળકનું મોત નીપજ્યું હતું.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers