Western Times News

Gujarati News

૬ કરોડ વર્ષ જૂની વિશાળ માછલીના અવશેષો મળ્યા

(એજન્સી) લંડન, બ્રિટનમાં જીવાશ્મી વૈજ્ઞાનિકોને અચાનક જ એવી વિશાળ માછલીના અવશેેષો મળ્યા છે. જે આજથી લગભગ ૬ કરોડ ૬૦ લાખ વર્ષ પહેલાં ડાયનોસારના લુપ્ત થવાના સમયકાળમાં પણ બચી ગઈ હતી. આ જીવાશ્મીની ઓળખ બ્રિટનની યુનિવર્સિટી ઓફ પોર્ટસમાઉથના જીવાશ્મી વૈજ્ઞાનીકોએ કરી છે. Fossil of a 66-million-year-old fish ‘as big as a great white shark’ is discovered.

નિષ્ણાતોનંુ કહેવું છેક ે આ વિશાળકાય માછલી ગ્રેટ વાઈટ શાર્ક બરાબર છે. આ માછલી દેખાવમાં ખુબ અજીબ લાગે છે. પ્રાચીન કાળમાં જાેવા મળતી આ માછલી પોતાની રીતે સૌથી વિશાળ માછલી છે. જે અચાનકથી જ જીવાશ્મી વૈજ્ઞાનીકોને હાથ લાગી છે.વૈજ્ઞાનિકોને મળેલી આ માછલી ‘કોએલાકેનસ’ પ્રજાતિનો હિસ્સો છે.

આ જીવાશ્મીની શોધ કરનાર પ્રોફેસર માર્ટીસે કહ્યુ હતુ કે મારૂ અનુમાન છે કે આ માછલી ખુબ જ વિશાળ હતી. વૈજ્ઞાનીકોએ જણાવ્યુ હતુ કે ધરતી પર ડાયનોસારના લુપ્ત થયા બાદ પણ આ માછલીની પ્રજાતિ જીવંત રહી છે. અને સમુદ્રમાં વિચરણ કરી રહેી.

માછલીના આ જીવાશ્મીની શોધ એ સમયે થઈ જયારે પ્રોફેસર માર્ટીલને કહેવામાં આવ્યુ કે એ લંડનમાં હાડકાના એક ખાનગી કેલકશનની ઓળખ કરી દે. આ હાડકાને એકત્ર કરનારને તેને એક નમુના તરીકે ખરીદ્યા હતા. તેમનુ માનવુ છે કે આ ઉડનાર પક્ષીઓના હાડકા છે.

પ્રોફેસર માર્ટીલે જયારે આ હાડકાઓની તપાસ કરી તો આ ફક્ત એક હાડકુ નથી. પરંતુ કેટલાંય હાડકાની બોની પ્લેટ છે. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે ફક્ત કોએલાકેન્થ્સ જ એક એવી પ્રજાતિ છે જેના હાડકા આ પ્રકારના હોય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.