Western Times News

Gujarati News

ભાજપનો વિકાસ અને સૂર્યનું કિરણ કોઈ ભેદ જાેતું નથી-અમિત ઠાકર

(તસ્વીર – મઝહરઅલી મકરાણી) દેવગઢબારિયા, દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ ઉમેદવારીપત્રો ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ઉમેદવારો ચૂંટણીના પ્રચારમાં જાેતરાઈ ગયા છે ત્યારે આજ રોજ દાહોદ નગરપાલિકા ના વોર્ડ નંબર ૧, ૨, ૩ , અને ૪ માં ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ તેમજ બુથપ્રમુખોની વિસ્તૃત મિટિંગ યોજાઈ હતી.

જેમાં દાહોદ જિલ્લા ભાજપના પ્રભારી અને ચૂંટણી ઇન્ચાર્જ અમિત ભાઇ ઠાકરે દરેક વોર્ડમાં ઉપસ્થિત રહી અને કાર્યકર્તાઓને ચૂંટણી જીતવાના મંત્ર સમજાવ્યો હતો, ઉપસ્થિત કાર્યકર્તાઓને જણાવતા અમિતભાઈ ઠાકરે કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર વિકાસની બાબતમાં કોઈપણ જાેડે ભેદભાવ રાખતી નથી પછી તે વિસ્તાર હોય , સમાજ હોય, જાતી હોય ભાજપનો વિકાસ અને સૂર્યનું કિરણ કોઈ ભેદ જાેતું નથી.

જે રીતે સૂર્ય પોતાના કિરણો દરેક વિસ્તારમાં એક સરખા પાડે છેે. તે રીતે ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા દરેક વિસ્તારનો વિકાસ પણ ચારે તરફ એક સરખો થઈ રહ્યો છે એવા સમયે ભારતીય જનતા પાર્ટીને દાહોદ નગરપાલિકા સ્માર્ટ સીટી સ્વરૂપે ભેટ આપવા બદલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનો આભાર વ્યક્ત કરી અને જણાવ્યું હતુંં.

કે આવનારા સમયની અંદર માન્ય શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દાહોદ જિલ્લાને સ્માર્ટ સીટી અને જે અન્ય સુવિધાઓ આપી છે તેના સમર્થન સ્વરૂપે આપણે સૌએ વધુમાં વધુ આપણા વોર્ડમાં પેનલો જીતે અને દાહોદ નગરપાલિકા ફરીથી ભારતીય જનતા પાર્ટીની બને તે માટે ખભે ખભા મિલાવી અલગ-અલગ પ્રકારના આયોજનો કરી અને મતદારો સુધી પહોંચવા માટે કાર્યકર્તાઓને સમજાવ્યું હતું.

આ પ્રસંગે દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી નરેન્દ્રભાઈ સોની, શહેર પ્રમુખ મનોજભાઇ વ્યાસ , શહેર મહામંત્રી સત્યેન્દ્રસિંહ સોલંકી તુલસીભાઈ જેઠવાની દાહોદ જિલ્લા ચૂંટણી ઇન્ચાર્જ ગુલશનભાઈ બચાણી ,કમલેશભાઈ રાઠી વગેરે પક્ષના અનેક કાર્યકર્તાઓ સાથે ઉપસ્થિત રહ્યા હતા.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.