Western Times News

Gujarati News

બસમાં માસ્કવગર મુસાફરી કરનારાઓને છૂટઃ પ્રાઈવેટ વાહનચાલકોને રૂા.૧૦૦૦ દંડ

જાહેરનામાનો અમલ કરાવવામાં રાજકીય કાર્યકરો વિરુદ્ધ પોલીસ નતમસ્તક હોવાનો સૂર

છાપી, રાજમાં કોરોના અંતર્ગત સરકારના જાહેરનામાનો ખુલ્લેઆમ ધજીયા ઉડતાં જાેવા મળી રહ્યા છે જયારે બનાસકાંઠા પોલીસ જાહેરનામાના અમલમાં બેવડી નીતિ અપનાવતી હોવાના આક્ષેપ થઈ રહ્યાં છે. જિલ્લામાં માસ્ક વગર બસમાં મુસાફરી કરનારાઓ વિરુદ્ધ કોઈ જ દંડનીય કાર્યવાહી કરાતી નથી જયારે પ્રાઈવેટ વાહનમાં માસ્ક વગર ફરતા નાગરિકો પાસે દંડ વસુલાતા લોકોમાં આક્રોશ જાેવા મળી રહ્યો છે.

રાજયમાં મહાનગરો સહિત સ્થાનિક સ્વરાજયની ચુંટણી જંગ શરૂ થતાંની સાથે રાજકીય પાર્ટીઓના કાર્યકરો દ્વારા કોરોનાની અસર જાણે સમાપ્ત થઈ હોય તેમ માસ્ક વગર કાર્યકરોના ટોળેટોળા એકત્રિત થઈ સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના નિયમોનું સરકારી કચેરીઓ આગળ ધજાગરા ઉડાવતા નજરે પડી રહ્યા છે અને હાજર પોલીસ લાચાર બની નતમસ્તક સિવાય કશું કરી શકતી નથી

ત્યારે બનાસકાંઠામાં જાહેરનામાનો અમલ કરાવતી પોલીસની બેવડી નીતિ સામે અનેક સવાલ ઉભા થયા છે. જયારે બીજી બાજુ પોલીસ દ્વારા કાર અથવા મોટરસાયકલ ઉપર માસ્ક વગર જતાં લોકો વિરુદ્ધ ગુનો નોંધવા સહિત દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવે છે,

જયારે લકઝરી તેમજ એસ.ટી. બસોમાં માસ્ક વગર મુસાફરી કરનારાઓ વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી ન કરાતા સરકાર તેમજ પોલીસની નિયત સામે અનેક સવાલો ઉભા થયા છે આ બાબતે પણ સરકાર દ્વારા જાહેરનામામાં કેટલીક છૂટછાટો આપવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.