Western Times News

Gujarati News

કોવેક્સિન કોરોના વાયરસના નવા વેરિયન્ટ સામે પણ અસરકારક રહેશે

ભારતની કોરોના વેક્સિનને લઈને સારા સમાચાર-આઈસીએમઆરના અનુસાર સ્વદેશી કોરોના વેક્સિન કોવેક્સિનના ક્લિનિકલ ટ્રાયલમાં આ વાતના સંકેત મળ્યા

તિરુવનંતપુરમ,  દેશમાં કોરોના અભિયાન ઝડપથી ચાલુ રહ્યું છે. અત્યાર સુધી એક કરોડથી વધુ લોકોને વેક્સિન આપવામાં આવી છે. આ સાથે ભારતની કોરોના વેક્સિનને લઇને સારા સમાચાર સામે આવી રહ્યાં છે. સ્વદેશી કોરોના વેક્સિન કોવેક્સિનના ક્લિનિકલ ટ્રાયલમાં આ વાતના સંકેત મળ્યા છે કે, આ વેક્સિન કોરોનાના નવા વેરિયન્ટ વિરુદ્ધ પણ અસરકારક રહેશે.

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે જણાવ્યું કે, છેલ્લા ક્લિનિકલ ટ્રાયલના પરિણામોએ સંકેત આપ્યો છે કે યુકે, દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલમાં મળેલ નવા કોરોના વેરિએન્ટ વિરુદ્ધ સ્વદેશી કોરોના રસી અસરકારક રહેશે.

કેરળ સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાદ દ્વારા આયોજીત એક આંતરરાષ્ટ્રીય વેબિનાર કેરળ હેલ્થઃ મેકિંગ ધ એસડીજી એ રિયાલિટીને સંબોધિત કરતાં આઇસીએમઆરના મહાનિર્દેશક ડૉ. બલરામ ભાર્ગવે જણાવ્યું કે, કોરોના વાયરસના યુકે વેરિયન્ટ વિરુદ્ધ કોવેક્સિનની અસરકારકતાને લઇને સંશોધન પ્રકાશિત કરવા અંગે મંજૂરી આપવામાં આવી છે.

સાથે જ તેમણે કહ્યું કે, દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલના કોરોના વેરિએન્ટના મામલામાં આ બન્ને દેશોમાંથી આવેલા મુસાફરોમાંથી એકત્ર કરાયેલા નમૂનામાંથી વાયરસના નવા વેરિયન્ટને અલગ કરવાનો પ્રયાસ કરાઇ રહ્યો છે. તેમણે કહ્યું કે, કોવેક્સિનનું ત્રીજું ક્લિનિકલ ટ્રાયલ પૂરું થઇ ગયું છે. એક સપ્તાહમાં વેક્સિનને લઇને વચગાળાનો વિશ્લેષણ રિપોર્ટ બહાર આવવાની સંભાવના છે.

ડૉ. બલરામ ભાર્ગવે કહ્યું કે, વેક્સિન વિકસિત કરવાના પ્રયત્નો હેઠળ કોરોના વાયરસને અલગ કરનારું ભારત દુનિયાનો પાંચમો દેશ છે. ભારત શરૂઆતથી જ બ્રિટન અને ઇટલી સહિત કેટલાય યુરોપીયન દેશોથી વિપરીત કોરોના વાયરસ અંગે વધુ કડક રહ્યું અને તે ર્નિણય યોગ્ય રહ્યો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.