Western Times News

Gujarati News

ધોળી ડુંગરી ચેકપોસ્ટ પર કારની ટક્કરથી હોમગાર્ડ મોતમાં સનસનીખેજ ખુલાસો

પ્રતિનિધિ દ્વારા ભિલોડા: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ અરવલ્લી પોલીસની ટીમ ચેકપોસ્ટો પર સઘન પેટ્રોલિંગ કરી રહી છે અરવલ્લી અને મહીસાગર જીલ્લાને જોડતી સાઠંબા નજીક આવેલ ધોળી ડુંગરી પર પોલીસ અને હોમગાર્ડ વાહનોનું સઘન ચેકીંગ હાથધર્યું હતું.

ત્યારે મહીસાગર જીલ્લા માંથી આવી રહેલ ઇકો કારે રોડ પર વાહનોનું ચેકીંગ કરી રહેલા હોમગાર્ડ જવાન દિનેશભાઇ ખાનાભાઇ પરમારને અડફેટે લેતા હોમગાર્ડના શરીરે ગંભીર ઈજાઓ થતા ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું અકસ્માતમાં ઇકો કાર પલ્ટી જતા કાર ચાલક સહીત અન્ય લોકો ફરાર થઇ ગયા હતા.

સાઠંબા પોલીસે અકસ્માતે મોતનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરતા ઇકો કારમાં ડ્રાઇવરની બાજુમાં બેઠેલો શખ્સ કાર ચલાવતો હોવાનું જણાવી આરોપી તરીકે હાજર થયો હતો કાર અકસ્માત સર્જનાર અન્ય કાર ચાલક હોવાનું પોલીસ તપાસમાં બહાર આવતા અરવલ્લી એલસીબી પોલીસે અકસ્માત સર્જનાર કાર ચાલકને તેની સાસરી માંથી દબોચી લીધો હતો.

બુધવારે મધ્યરાત્રીએ ધોળી ડુંગરી ચેકપોસ્ટ પર ઇકો કારની ટક્કરે દિનેશ ભાઈ પરમારનું મોત નિપજતાં ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમવિધી કરવામાં આવી હતી.

હોમગાર્ડનું અકસ્માતમાં મોત નિપજતા જીલ્લા પોલીસમાં શોકનું મોજું ફરી વળ્યું હતું બીજીબાજુ અકસ્માત સર્જનાર કાર ચાલક યુવકના બદલે કારની બાજુમાં બેઠેલ યુવક કાર ચાલક બની સાઠંબા પોલીસ સ્ટેશનમાં આરોપી તરીકે હાજર થયો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવતા અને અકસ્માત સમયે કાર ચલાવનાર યુવક ફરાર હોવાનું બહાર આવતા પોલીસ ચોકી ઉઠી હતી

અરવલ્લી એલસીબી પોલીસ હરકતમાં આવી હતી અને અકસ્માત સર્જી ફરાર યુવકને સાસરીમાંથી દબોચી લીધો હતો.

અરવલ્લી એલસીબી પીઆઇ આર.કે.પરમાર અને તેમની ટીમે ધોળી ડુંગરી ચેકપોસ્ટ પર ઇકો કારની અડફેટે લઇ હોમગાર્ડ જવાનનું મોત નીપજાવી ફરાર કાર ચાલક શક્તિસિંહ મોતીસિંહ સોલંકી (રહે,ખડગ-મહીસાગર) ને વિજાપુર તેના સસરાના ઘરે થી દબોચી લીધો હતો કાર ચાલક બની આરોપી તરીકે રજુ થયેલ ગજેન્દ્રસિંહ ભુપેન્દ્રસિંહ સોલંકી ને દબોચી લીધો.

પોલીસને ઘેરમાર્ગે દોરવાનું ગુન્હાહીત કાવતરું રચતા જેલના સળિયા પાછળ બંને યુવકો ધકેલાઈ ગયા હતા કાર ચાલકે કાર માલિકના જાણ બહાર કાર મિત્રને ચલાવવા આપતા સર્જાયેલી અકસ્માતની ઘટનાથી ગભરાઈ કાર ચાલક યુવક શક્તિસિંહ સોલંકીની જગ્યાએ ગજેન્દ્રસીંહ ડ્રાઈવર તરીકે રજુ થયો હતો


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.