Western Times News

Gujarati News

સુશાંત સિંહ પર બની રહેલી ફિલ્મનો મામલો હાઈકોર્ટ પહોંચ્યો

મુંબઇ: બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના ચાહકો તેને હજુ સુધી ભૂલી શક્યા નથી. તે હજી પણ સોશિયલ મીડિયા પર તેની જૂની તસવીરો અને વીડિયો શેર કરતા રહે છે. તાજેતરમાં સુશાંતના એક ચાહકે દાવો કર્યો હતો કે ફિલ્મ ન્યાય ધ જસ્ટિસ સુશાંત સિંહ રાજપૂતના જીવન પર બનાવવામાં આવી રહી છે અને તેણે તેના પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી. આ અરજીની સુનાવણી હાઈકોર્ટમાં થઈ છે અને જજે તેમને ઘણા પ્રશ્નો પૂછ્યા છે.
જસ્ટિસ પૃથ્વીરાજ ચવ્હાણે તેમને પૂછ્યું કે તેઓ કેવી રીતે જાણે છે કે ફિલ્મમાં શું બનાવવામાં આવી રહ્યું છે. સુશાંતના ચાહક મનીષે કહ્યું હતું કે તે સુશાંત સિંહ રાજપૂતની પ્રતિષ્ઠા ખરાબા કરે છે અને વિકૃત તથ્યો પર આધારિત છે.

અગાઉ, ડિંડોશી કોર્ટે ૨૨ ડિસેમ્બર ૨૦૨૦ ના રોજ આ મુદ્દે કરેલા મનીષ મિશ્રાના દાવાને ફગાવી દીધો હતો. જે બાદ મનીષે નીચલી અદાલતના આદેશને હાઇકોર્ટમાં પડકાર્યો હતો. ન્યાય ધ જસ્ટિસને સરલા સરાઓગી બનાવી રહ્યા છે. શક્તિ કપૂર આ ફિલ્મમાં મહત્વની ભૂમિકા નિભાવતા જાેવા મળશે.
મનીષે પોતાની અરજીમાં લખ્યું છે કે સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ હજી ચાલુ છે. તે આત્મહત્યા હતી કે હત્યા હજુ સુધી જાણી શકાયું નથી. તેમણે કોર્ટને નિર્માતાઓ પાસેથી ફિલ્મના પ્રકાશન, પ્રદર્શન અને જાહેરાત બંધ કરવા જણાવ્યું હતું.

ન્યાયમૂર્તિએ મનિષને પૂછ્યું કે, તેમણે આ અરજી કયા આધાર પર કરી છે. આ અંગે મનીષના વકીલ ચેતન અગ્રવાલે કહ્યું છે કે તેમનો ક્લાયંટ સમાજસેવક છે અને સુશાંત સિંહ રાજપૂતનો પ્રશંસક પણ છે. ફિલ્મનું શીર્ષક તેની વાર્તા પ્રગટ કરે છે. તે જ સમયે, નિર્માતાના વકીલે કહ્યું છે કે તેણે સુશાંત સિંહ રાજપૂત કેસમાં પોલીસ તપાસને લગતા કોઈ પાસાને સ્પર્શ કર્યો નથી.

સુશાંત સિંહ રાજપૂત ૧૪ જૂને તેના મુંબઈના ઘરે મૃત હાલતમાં મળી આવ્યો હતો. સીબીઆઈ, ઇડી અને એનસીબી આ કેસની તપાસ કરી રહ્યા છે. સુશાંતના પરિવારે પટનામાં રિયા ચક્રવર્તી વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી હતી. જે બાદ આ કેસ સીબીઆઈને સોંપાયો હતો. સુશાંત સિંહ રાજપૂત કેસમાં, રિયા ચક્રવર્તીની પણ એનસીબીએ ડ્રગ્સ કેસમાં ધરપકડ કરી હતી. તે એક મહિના સુધી જેલમાં હતી, ત્યારબાદ તેને બોમ્બે હાઈકોર્ટમાંથી જામીન મળી ગયા. રિયા હાલમાં જામીન પર બહાર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.