Western Times News

Gujarati News

વરરાજાએ જાન લઈને પરિવાર સાથે મતદાન કર્યું

ચાલવા માટે લાકડીના ટેકાની જરૂર પડે છે છતાં અમદાવાદનું વૃદ્ધ દંપતી મતદાન કરવા પહોંચ્યું
અમદાવાદ, મહાનગરપાલિકાની ચૂંટણીમાં વહેલી સવારથી જ મતદારો મતદાન બૂથ પહોંચી રહ્યાં હતાં. ત્યારે સૌથી વધુ ઉત્સાહ વૃદ્ધ મતદારોમાં જાેવા મળ્યો હતો. વહેલી સવારે જ વૃદ્ધ મતદારો પહોંચી રહ્યાં હતાં. કેટલાક લાકડીના સહારે, તો કેટલાક વ્હીલચેરના સહારે મતદાન કરવા આવી રહ્યાં હતાં ઉંમર થયા છતા તેમનામાં ગજબનો ઉત્સાહ જાેવા મળી રહ્યો હતો.

રવિવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. ત્યારે શહેરના એક વરરાજાએ ઘોડે ચઢીને જાન લઈને પરિવાર સાથે મતદાન કર્યું હતું. મીડિયા રિપોર્ટ મુજબ શહેરના થલતેજ ગામમાં રહેતા બારોટ પરિવારના પુત્રના આજે લગ્ન છે અને જાન હિંમતનગર જવાની છે તે પહેલા વરરાજાએ પરિવાર સાથે મતદાન મથકે પહોંચીને મતદાન કર્યું હતું.

જૂની પેઢીમાં મતદાનનો ઉત્સાહ ગજબ હોય છે. તેનુ ઉદાહરણ અમદાવાદમાં જાેવા મળ્યું. લોકશાહીના પર્વની ઉજવણી માટે સૌથી પહેલા વૃદ્ધ મતદારો બહાર નીકળ્યા છે. ચાલી નથી શક્તા, તકલીફ છે, સહારો લીધો છે છતાં અમદાવાદમાં વૃદ્ધ દંપતી મતદાન કરવા પહોંચ્યું હતું.

૮૩ વર્ષના અંબાલાલ જાધવ અને ૮૩ વર્ષીય તેમના ધર્મપત્ની ર્નિમલાબેન જાધવ આજે લાકડીના ટેકે મતદાન કરવા પહોંચ્યા હતા. બંને બરોબર ચાલી શક્તા ન હતા, છતાં મતદાન માટે આવ્યા હતા. જાેકે, મતદાન કરવા આવેલુ વૃદ્ધ દંપતી અટવાયુ હતું.

આ વિશે અંબાલાલ જાધવે કહ્યું કે, ખૂલતા જ વોટ નાંખીશ તેવું વિચાર્યું હતું. આધાર કાર્ડ કે ચૂંટણી કાર્ડ અમારી પાસે ન હતું. તો ર્નિમલાબેન જાધવે કહ્યું કે, જ્યારે દેશમાં મતદાન શરૂ થયું ત્યારે હું નાની હતી. ત્યારે હું પ્રચાર કરવા પણ નીકળી હતી. તેથી મારા માટે દરેક ચૂંટણી મહત્વની હોય છે.પહેલાં મતદાન પછી જાન ઃ ઘરેથી નીકળેલા જાનૈયા વરરાજાને લઈને સીધા મતદાન બૂથ પહોંચ્યા

તમારા ઘરનો કોઈ પ્રસંગ હોય, કોઈ તહેવાર હોય કે પછી અન્ય કોઈ ખાસ દિવસ હોય… સૌથી મહત્વનો લોકશાહીનો પર્વ હોય છે. કારણ કે, તે તમારો હક છે. આ દિવસે મતાધિકાર તરીકે તમે તમારા મતનો ઉપયોગ કરીને તમારા વિસ્તાર માટે યોગ્ય ઉમેદવારની પસંદગી કરી શકો છે. એક બટન દબાવવાનો પાવર આ પર્વમાં તમને મળે છે. ત્યારે અનેક લોકો આ તકને જતી કરતા નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.