Western Times News

Gujarati News

ગડકરીએ ઇલેક્ટ્રિક વાહનોનો વધુ ઉપયોગ કરવાની ભલામણ કરી

નવીદિલ્હી, પેટ્રોલ અને ડીઝલના ભાવ ભડકે બળી રહયા છે આમ પ્રજા જ્યારે તોબા પોકારી રહી છે ત્યારે પેટ્રોલ-ડીઝલ પર દેશની ર્નિભરતા ઘટાડવા માટે, માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી ઇલેક્ટ્રિક વાહનોનો વધુ ઉપયોગ કરવાની ભલામણ કરે છે.

લોકો ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ શરૂ કરે તે પહેલા, સરકારી વિભાગોમાં ઇ-વાહનોનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખ્યો હતો.આગામી સમયમાં એલપીજીગેસ સિલિન્ડરને બદલે સરકાર તમને ઇન્ડક્શન રસોઈ પર સબસિડી આપી શકે છે. તેમણે સરકારને વિચારણા કરવા જણાવ્યું છે.

નીતિન ગડકરીએ દરખાસ્ત કરી છે કે તમામ મંત્રાલયો અને વિભાગોના સરકારી અધિકારીઓએ ફક્ત ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરવો જ જાેઇએ. એટલું જ નહીં, નીતિન ગડકરીએ સરકારને સૂચન પણ કર્યું છે કે ઘરોમાં ઉપયોગ માટે રાંધણ ગેસ માટે આપવામાં આવતી સહાયને બદલે ઇલેક્ટ્રિક રસોઈ ઉપકરણો ખરીદવા સબસિડી આપવામાં આવે.

ઝુંબેશ કાર્યક્રમમાં બોલતા તેમણે કહ્યું કે, ‘આપણે ઇલેક્ટ્રિક રસોઈ ઉપકરણો ખરીદવા માટે સબસિડી કેમ નથી આપતા. અમે રાંધણ ગેસ પર સબસિડી આપી રહ્યા છીએ. ગેસની આયાત પર દેશની ર્નિભરતા ઓછી થવાની સાથે નીતિન ગડકરીના સૂચન પાછળનો હેતુ અને ઇલેક્ટ્રિક રસોઈથી થતા પ્રદૂષણનું જાેખમ પણ ઓછું થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.