Western Times News

Gujarati News

કોલ કેસઃ સાંસદ અભિષેક બેનર્જીના ઘરે CBI પહોંચી

FILE

પશ્ચિમ બંગાળમાં સીએમ મમતા બેનરજીના ભત્રીજા અને સાંસદ અભિષેક બેનરજી તપાસની ઝપેટમાં આવી ગયા-મુખ્યમંત્રી મમતા બેનરજીની મુશ્કેલીઓ વધી!

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં સીએમ મમતા બેનરજીના ભત્રીજા અને સાંસદ અભિષેક બેનરજી તપાસની ઝપેટમાં આવી ગયા છે. તપાસ કરવા માટે કેન્દ્રીય તપાસ બ્યૂરો ની ટીમે તેમના ઘરે સમન આપ્યું. આ સમનને અભિષેક બેનરજીના પત્ની રૂજીરા નરુલાએ રિસિવ કર્યું. સીબીઆઈએ તેમને તપાસમાં સામેલ થવાના નિર્દેશ આપ્યા છે.

અત્રે જણાવવાનું કે સીબીઆઈએ આ અગાઉ કોલસાના ગેરકાયદેસર ખનન અને તસ્કરી મામલે ૧૯ ફેબ્રુઆરીના રોજ બંગાળમાં ૧૩ સ્થળો પર દરોડા પાડ્યા હતા. જેમાં કોલસાના ગેરકાયદેસર ખનનમાં સામેલ જયદેવ મંડલ અને લાંબા સમયથી ફરાર ચાલી રહેલા કોલસા માફિયા અનૂપ માજી ઉર્ફે લાલાના ઠેકાણા પણ સામેલ હતા. આ દરમિયાન કોલકાતા, પુરુલિયા, પશ્ચિમ બર્ધમાન અને બાંકુડામાં સર્ચ અભિયાન ચલાવવામાં આવ્યું હતું.

કોલસા કૌભાંડ કેસમાં સીબીઆઈ અભિષેક બેનરજીના અનેક નીકટના લોકો વિરુદ્ધ દરોડા પાડી રહી છે. આરોપ છે કે આ કૌભાંડમાં સામેલ લોકોએ ગેરકાયદેસર રીતે હજારો કરોડ રૂપિયાના કોલસાનું ખનન કરીને તેને બ્લેક માર્કેટમાં વેચ્યું. તેનાથી સરકારની તિજારીને ખુબ નુકસાન થયું. આ મામલે સીબીઆઈએ ડિસેમ્બરના શરૂઆતના અઠવાડિયામાં કોલકાતાના સીએ ગણેશ બગારિયાની ઓફિસ ઉપર પણ રેડ મારી હતી. ભાજપનો આરોપ છે કે આ કૌભાંડનો સૌથી વધુ ફાયદો અભિષેક બેનરજીને થયો.

આ અગાઉ તૃણમૂલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ અભિષેક બેનરજીએ એક રેલીમાં ભાજપ પર નિશાન સાધ્યું હતું. તેમણે ભાજપના નારા ડબલ એન્જિનવાળી સરકાર (કેન્દ્ર અને રાજ્યમાં એક જ પાર્ટીની સરકાર)ની ટીકા કરતા કહ્યું કે ભગવો પક્ષ સાર્વજનિક ધન હડપવા માટે આ વ્યવસ્થા ઈચ્છે છે.

તૃણમૂલ કોંગ્રેસની યુવા શાખાના અધ્યક્ષ અને ડાયમન્ડ હાર્બર સીટથી સાંસદ બેનરજીએ એવો પણ દાવો કર્યો કે આ નારો એ વાતને સાબિત કરે છે કે કેન્દ્રમાં ભાજપના નેતૃત્વવાળી સરકાર પશ્ચિમ બંગાળની મદદ કરતી નથી, કારણ કે તે રાજ્યમાં સત્તામાં નથી. તેમણે કહ્યું કે ભાજપના નેતા એવો તર્ક આપીને કે ડબલ એન્જિનવાળી સરકારના નારા લગાવે છે કે કદાચ એપ્રિલ-મેમાં થનારી વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીતથી પશ્ચિમ બંગાળના વિકાસમાં તેજી આવશે કારણ કે કેન્દ્રમાં પણ તેમની સરકાર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.