Western Times News

Gujarati News

મોડાસા નગરપાલિકામાં વોર્ડ.નં-૪ ના અપક્ષ ઉમેદવાર ભરત કડિયાને પ્રચંડ જનસમર્થન

પ્રતિનિધિ દ્વારા ભિલોડા: મોડાસા નગરપાલિકાની ચૂંટણીમાં રાજકીય પક્ષો અને અપક્ષ ઉમેદવારો એડીચોટી નું જોર લગાવી રહ્યા છે મોડાસા નગરપાલિકામાં છેલ્લા ૨૫ વર્ષથી ભાજપા સત્તાધીશ પાર્ટી રહી છે.

પરંતુ આ વખતની ચૂંટણીમાં નો રિપીટ થીયેરી,વયમર્યાદા અને ભાજપના અગ્રણીઓએ ટીકીટ ફાળવણીમાં તેમના નજીકના ટેકેદારો કે તેમના સગા-સબંધીને ટીકીટ આપી હોવાના સુર વચ્ચે રાજકીય વિશ્લેષકોમાં મોડાસા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોની પસંદગી ને લઈ કાચું કપાયું હોય તેવું માની રહ્યા છે.

મોડાસા શહેરમાં ભાજપનું વર્ચસ્વ ધરાવતા વોર્ડ.નં-૧ થી ૫ માં અપક્ષ ઉમેદવરોએ જંપલાવતા ભાજપ માટે નગરપલિકાની ચૂંટણી કપરા ચઢાણ સાબીત થઇ શકે છે મોડાસા નગરપાલિકાના વોર્ડ.નં-૪ માંથી અપક્ષ ઉમેદવારી નોંધાવનાર ભરત કડિયાને તેમના મત વિસ્તારમાં પ્રચંડ જન સમર્થન મળતા ભાજપની ઉંઘ હરામ થઇ શકે છે.

મોડાસા નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ.નં-૧ થી ૪ ભાજપનો ગઢ રહ્યો છે ત્યારે વોર્ડ.નં-૪ માંથી ભાજપમાંથી ટીકીટ માંગનાર ભરત કડિયાને ટીકીટ નહીં મળતા અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.

નગરપાલીકાની ચૂંટણીને ૭ દિવસનો સમય બાકી રહ્યો છે ત્યારે ચૂંટણીનો જંગ ચરમસીમાએ પહોંચ્યો છે રાજકીય પક્ષો અને અપક્ષ ઉમેદવરો મતદારોને રીઝવવા મથામણ કરી રહ્યા છે.

વોર્ડ.નં-૪ માંથી અપક્ષ ઉમેદવાર ભરત કડિયાએ પ્રચાર માટે યોજેલી કાર-બાઈક રેલીમાં મોટી સંખ્યામાં લોકો સ્વયંભૂ જોડાયા હતા વોર્ડ.નં-૪ માં લોકચાહના ધરાવતા ભરત કડિયાને પ્રચારમાં મળી રહેલા જનસમર્થનના પગલે ભાજપમાં ભારે દોડધામ મચી છે.

વોર્ડ.નં-૪ ના અપક્ષ ઉમેદવાર ભરત કડિયાના જણાવ્યા અનુસાર, વોર્ડ.નં-૪ માં બાકી રહેલા વિકાસના કામો અને પ્રાથમીક સુવિધાઓ પુરી પાડવા અને તમામ લોકોને કોઈ પણ પ્રકારની હાલાકી ન પડે તે માટે સતત પ્રયત્નશીલ રહેશે અને તેમને પ્રચારમાં મળેલ લોકોના આવકાર માટે આભાર વ્યક્ત કરી વોર્ડ.નં-૪ માં ભવ્ય વિજય થશેનો હુંકાર કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.