Western Times News

Gujarati News

નારાયણસામી દક્ષિણમાં કોંગ્રેસનું એક માત્ર રાજ્ય બચાવી શક્યા નહીં; સરકારે બહુમતી ગુમાવી

પોડિચેરી,  પોડિચેરીમાં સોમવારે રાજનીતિક ઉથલપાથલ વચ્ચે કોંગ્રેસ સરકારના હાથથી સત્તાનો અધિકાર ખતમ થઇ ગયો મુખ્યમંત્રી નારાયણસામીએ પોતાના પદેથી રાજીનામુ સોંપી દીધુ છે.તેમણે કહ્યું કે ત્રણ નામિત સભ્યોને વિશ્વાસ પ્રસ્તાવમાં કયાંય પણ મતદાનનો અધિકાર નથી મારૂ સંબોધન ખતમ થયા બાદ સરકારના વ્હિપે આ મુદ્દાને ઉઠઆવ્યો પરંતુ અધ્યક્ષ તેનાથી સમહત થયા નહીં આ લોકતંત્રની હત્યા છે

આવું દેશમાં કયાંય થતો નથી પોડિચેરીના લોકો તેમને પાઠ ભણાવશે એ યાદ રહે કે આજે અહીં વિશ્વાસ મત પરીક્ષણ થનાર હતું પરંતુ મુખ્યમંત્રી વી નારાયણસામીએ તેની પહેલા જ ગૃહમાંથી વોકઆઉટ કરી લીધો ત્યારબાદ વિધાનસભા અધ્યક્ષે જાહેરાત કરી કે નારાયણસામી સરકારે અહીં બહુમત ગુમાવી દીધો છે અને તેમને મુખ્યમંત્રીના પદેથી રાજીનામુંુ આપવું પડશે.

પોડિચેરીના નવાનિયુકત ઉપરાજયપાલ તમિલિસાઇ સાૈંદરરાજને મુખ્યમંત્રી વી નારાયણસામીને વિધાનસભામાં બહુમતિ સાબિત કરવાનો નિર્દેશ આપ્યો હતો.આજના સમગ્ર ધટનાક્રમની શરૂઆત પોડિચેરી વિધાનસભાના એક દિવસના વિશેષ સત્ર શરૂ થવાની કેટલીક મિનિટો બાદ જ થઇ ગય મુખ્યમંત્રી નારાયણસામીએ વિશ્વાસ મત પ્રસ્તાવ રાખ્યો.

પરંતુ પ્રસ્તાવને મતદાન માટે રાખતા પહેલા જ તે અને તેમના સત્તાધારી પક્ષના ધારાસભ્યો વોકઆઉટ કરી ગયા ત્યારબાદ વિધાનસભા અધ્યક્ષ પી શિવકોલંધુએ જાહેરાત કરી કે તે વિશ્વાસ મત હારી ગયા છે ત્યારબાદ નારાયણસામી રાજભવન માટે નિકળી ગયા હતાં. અને રાજ ભવન જઇ ઉપરાજયપાલ તમિલસાઇ સુંદરરાજનને પોતાનું અને પોતાન મંત્રીઓના રાજીમાના સોંપ્યા હતાં.

જયારે વિધાનસભાના અધ્યક્ષે જાહેરાત કરી હતી કે વિદાનસભાને અચોક્કસમુદ્‌ માટે સ્થગિત કરવામાં આવે છે. મતદાન પહેલા બોલતા નારાયણ સામીએ આરોપ લગાવ્યો કે પૂર્વ ઉપ રાજયપાલ કિરણ બેદી અને કેન્દ્ર સરકારે વિપક્ષની સાથે મળી સરકારને તોડવાનો પ્રયાસ કર્યો અમારા ધારાસભ્ય એક હતાં તો અમે ગત પાંચ વર્ષ કાઢવામાં સફળ રહ્યાં અમે કેન્દ્ર સરકારથી ફંડની અપીલ કરી પરંતુ તે નહીં આપી કેન્દ્રે પોડિચેરીના લોકો સાથે દગો કર્યો છે..

વિધાનસભામાં મુખ્યમંત્રીએ આજે કહ્યં કે અમે બે ભાષાઓના સિસ્ટમનું અનુસરણ કરીએ છીએ પરંતુ ભાજપ જબરજસ્તી હિન્દી ભાષા લાગુ કરવાનો પ્રયાસ કરી રહી છે તેમણે એ પણ કહ્યું કે અમે ડીએમકે અને સ્વતંત્ર ધારાસભ્યોના સહયોગથી સરકારની રચના કરી ત્યારબાદ અનેક ચુંટણી લડી અમે તમામ પેટાચુંટણી જીતી એ સ્પષ્ટ છે કે પોડિચેરીની જનતા અમારા પર વિશ્વાસ કરે છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે ધારાસભ્યોએ પાર્ટી પ્રત્યે વિશ્વસનીય હોવું જાેઇએ જે ધારાસભ્યોએ રાજીમામુ આપ્યા છે તે લોકોનો સામનો કરી શકશે નહીં કારણ કે તેમણે લોકો દગાબાજ કહેશે શક્તિ પરીક્ષણ પહેલા જ રવિવારે કોંગ્રેસ અને ડીએમકેના એક એક ધારાસભ્યોએ રાજીનામા આપી દેતા સરકાર પર સંકટ વધી ગયું હતું .

હવત્તે સત્તા પક્ષની પાસે ૧૨ ધારાસભ્ય જયારે વિપક્ષ સભ્યોની સંખ્યા ૧૪ છે ૩૩ સભ્યોવાળી વિધાનસભામાં સાત સ્થાન ખાલી છે. પોડિચેરીમાં ૨૦૧૬માં વિધાનસભા ચુંટણીમાં કોંગ્રેસને ૧૫ બેઠકો મળી હતી પાર્ટીએ ડીએમકે અને અપક્ષ ધારાસભ્યોના સમર્થનથી સરકાર બનાવી હતી પાંચ વર્ષ બાદ કોંગ્રેસથી એક એક કરી ધારાસભ્યોના રાજીનામા પડતા ગયા જેથી પાર્ટીનું રાજનીતિક ગણતિ બગડી ગયુ હતું .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.