Western Times News

Gujarati News

રસીકરણમાં જલદી પ્રાઈવેટ સેક્ટરની એન્ટ્રી થઈ જશે

Files Photo

નવી દિલ્હી: મહારાષ્ટ્ર, કેરળ, છત્તીસગઢ પંજાબ અને મધ્યપ્રદેશમાં ફરી એકવાર કોરોના વાયરસના કેસોમાં ઉછાળો જાેવા મળી રહ્યો છે. બદલાયેલી પરિસ્થિતિ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આરોગ્ય મંત્રાલયને કોરોના રસીકરણ ઝડપી બનાવવા જણાવ્યું છે. કેન્દ્ર સરકાર હવે ૫૦ વર્ષથી વધુ ઉંમરના લોકોને કોરોના રસી લાગુ કરવાની દિશામાં પગલા લેવા જઈ રહી છે. આવી સ્થિતિમાં કેન્દ્ર દેશના લગભગ ૨૭ કરોડ લોકોને રસીકરણ માટે પ્રાઈવેટ સેક્ટરનો આશરો પણ લેશે જેથી ટૂંક સમયમાં રસીકરણ અભિયાન પૂર્ણ થઈ શકે. આ તબક્કામાં ૫૦ વર્ષથી ઓછી વયના લોકોનો પણ સમાવેશ કરવામાં આવશે જેમને કોરોના ચેપ થવાની સંભાવના છે.

નીતિ આયોગના સભ્ય ડો.વી.કે. પોલ કહે છે કે કોરોના રસીકરણમાં ખાનગી ક્ષેત્રની ભૂમિકાની સંપૂર્ણ વિગતો આગામી કેટલાક દિવસોમાં ઉપલબ્ધ થશે. ડો.પોલે કહ્યું કે, આ સમયે પણ આરોગ્ય કાર્યકરો અને ફ્રન્ટલાઈન કામદારોની રસીકરણમાં ખાનગી ક્ષેત્ર મુખ્યત્વે સામેલ છે. ૧૦ હજાર રસીમાંથી ૨ હજાર રસી ખાનગી કંપનીઓમુકી રહી છે. જેમ જેમ આપણે રસીકરણ ઝુંબેશને વેગ આપીએ છીએ તેમ ખાનગી ક્ષેત્રની ભૂમિકા વધુ ગહન થશે. ડો પોલના જણાવ્યા અનુસાર, કોરોના રસીકરણ અભિયાનમાં ખાનગી ક્ષેત્રની મોટા પાયે ભાગીદારી જરૂરી બનશે કારણ કે વસ્તીના વધુમાં વધુ વર્ગ રસીકરણ માટે પાત્ર બની જશે. હાલમાં ફક્ત હેલ્થ કેર અને ફ્રન્ટલાઈન મેડિકલ સ્ટાફને રસી આપવામાં આવી રહી છે.

એક સત્તાવાર સૂત્રએ જણાવ્યું હતું કે, આગામી તબક્કામાં સરકારની દરરોજ ૫૦ હજાર લોકોને રસી આપવાની યોજના છે. આજ સુધીમાં દેશભરમાં ૧.૦૭ કરોડ આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટલાઈન કામદારો રસી અપાઈ છે. સૂત્રએ જણાવ્યું હતું કે આગામી તબક્કામાં આશરે ૪૦થી ૫૦ ટકા રસીકરણ ખાનગી ક્ષેત્ર દ્વારા કરવામાં આવશે. ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને કેન્દ્રશાસિત પ્રદેશો લક્ષદ્વીપમાં ૭૫ ટકાથી વધુ આરોગ્ય અને આગળના કામદારો રસી અપાઈ છે. કેન્દ્ર સરકારે રાજ્યોને કોરોના રસીકરણની ગતિ વધારવા જણાવ્યું છે. દેશમાં સતત પાંચમાં દિવસે કોરોનાની સારવાર લેતા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. ૧૭ દિવસ બાદ સોમવારે સારવાર હેઠળ રહેલા દર્દીઓની સંખ્યા ૧.૫ લાખને વટાવી ગઈ છે.

આરોગ્ય મંત્રાલયે કહ્યું કે દેશમાં ચેપના કુલ કેસ ૧૧ કરોડને પાર થઈ ગયા છે. આરોગ્ય મંત્રાલયે સવારે આઠ વાગ્યા સુધી જારી કરેલા છેલ્લા આંકડા મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં કોવિડ -૧૯ના ૧૪,૧૯૯ નવા દર્દીઓની પુષ્ટિ થયા પછી કુલ કેસની સંખ્યા ૧,૧૦,૦૫,૮૫૦ થઈ ગઈ છે. તેમજ ૨૪ કલાકમાં ૮૩ લોકોના મોત પછી મૃતકોની સંખ્યા વધીને ૧,૫૬,૩૮૫ થઈ ગઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.