Western Times News

Gujarati News

દુષ્કર્મનો મુખ્ય આરોપી ૨૨ વર્ષે મહારાષ્ટ્રમાંથી પકડાયો

ભુવનેશ્વર: ઓડિશામાં આઈએફએસ અધિકારીની પત્ની સાથે સામુહિક દુષ્કર્મના મામલામાં મુખ્ય આરોપીને મહારાષ્ટ્રમાંથી પકડી લેવામાં આવ્યો છે. આ મામલે તે સમયે ઓડિશાના મુખ્યમંત્રી જે.બી પટનાયકને ૧૯૯૯માં રાજીનામું આપવું પડ્યું હતું. ભુવનેશ્વર-કટક પોલીસના એસ. સારંગીએ સોમવારે જણાવ્યું કે, વિવેકાનંદ બિસ્વાલ ઉર્ફે બિબનને મહારાષ્ટ્રના લોનાવાલામાં એમ્બી ઘાટીમાંથી પકડી લેવાયો.

તેમણે જણાવ્યું કે, બિબન ત્યાં જાલંઘર સ્વૈનની ખોટી ઓળખ સાથે પ્લમ્બરના રૂપમાં કામ કરી રહ્યો હતો. અધિકારીએ જણાવ્યું કે, આરોપીને પકડવા માટે ૩ મહિના પહેલા ‘ઓપરેશન સાઈલેન્ટ વાઈપર’ શરૂ કરવામાં આવ્યું હતું, જે બાદ તેને પકડી શકાયો. અધિકારીઓએ જણાવ્યું કે, કેવી રીતે આ મામલામાં ત્રણ આરોપી છે,

જેમાંથી બે પહેલાથી પકડાઈ ગયા હતા અને દોષી જાહેર કરાયા હતા. બિબન બે દાયકાથી વધુ સમયથી ફરાર હતો. મામલામાં એક દોષી પ્રદીપ સાહુ ઉર્ફે પાડિયાનું પાછલા વર્ષે હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થઈ ગયું. પાડિયાને ૧૫ જાન્યુઆરી ૧૯૯૯માં સૌથી પહેલા પકડવામાં આવ્યો હતો.

આ ત્રણ લોકોએ ૧૯૯૯માં ૯ જાન્યુઆરીએ મોડી રાત્રે બારંગા પાસે મહિલાની કાર રોકી હતી અને તેની સાથે સામુહિક દુષ્કર્મ આચર્યું હતું. મહિલા પોતાના એક પત્રકાર મિત્ર સાથે કટક જઈ રહી હતી. આ મામલાની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે, પોલીસ બિબનને હવે સીબીઆઈને સોંપશે, જે તેની ઓફિશિયલ રીતે ધરપકડ કરશે. મહિલાએ મુખ્ય આરોપીને ફાંસી આપવાની માગણી કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.