Western Times News

Gujarati News

શેખર પુત્રના આપઘાતના ખોટા સમાચારથી ભડક્યો

મુંબઈ: બોલિવૂડ એક્ટર શેખર સુમન તાજેતરમાં જ એક એવી ફેક ન્યૂઝનો શિકાર થયો હતો. જેથી તે ખૂબ જ હેરાન પરેશાન થયો હતો. હકીકતમાં, એક સમાચાર ચેનલે તેના દીકરા અધ્યયન સુમનની આત્મહત્યાના ફેક ન્યૂઝ ચલાવ્યા હતાં. જે પછી શેખર સુમનને ઝટકો લાગ્યો છે અને તેના પર આકરી પ્રતિક્રિયા આપી હતી. શેખર સુમને ટ્‌વીટર હેન્ડલ પર અનેક ટ્‌વીટ કરતા ન્યૂઝ ચેનલ વિરુદ્ધ લીગલ એક્શન લેવાની વાત કહી હતી. શેખર સુમને લખ્યું કે, અમે જે સમાચાર જાેયા, જેનાથી અમને બધાને ખૂબ જ ઠેસ પહોંચી હતી. આ સમાચારમાં દાવો કરવામાં આવ્યો હતો કે અધ્યયન સુમને આત્મહત્યા કરી છે. આ સમાચાર જાેયા પછી અમે તરત જ અધ્યયન સુમનનો સંપર્ક કર્યો હતો.

તેનો ફોન પહોંચની બહાર બતાવતો હતો. આ કારણે તે એક પળમાં અમે હજાર વાર મર્યા હતાં. આ આશ્ચર્યજનક સમાચારના કારણે અમારા પર ખૂબ જ ખરાબ અસર પડી છે. શેખર સુમને લખ્યું કે, હું એવું ઈચ્છું છું કે ચેનલ જાહેરમાં માફી માગે. હું પ્રકાશ જાવડેકર, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી અનિલ દેશમુખને પણ નિવેદન કરું છું કે આ રીતનું બેજવાબદાર અને નિંદનીય કૃત્ય માટે ચેનલ સામે સખત કાયદાકિય કાર્યવાહી કરવામાં આવે. શેખર સુમને આગળ લખ્યું હતું કે,

આ ચેનલે એક એવી ન્યૂઝ બતાવી જેણે મને, મારી પત્ની અને મારા સમગ્ર પરિવારના લોકોને માનસીક નુકસાની પહોંચાડી. આ સમાચાર જાેયા પછી મારી પત્નીને ખૂબ જ આઘાત પહોંચ્યો હતો. આ ન્યૂઝમાં એવું જણાવવામાં આવ્યુ હતું કે અધ્યયને આત્મહત્યા કરી છે. આ દરમિયાન અધ્યયન ઘરમાં નહીં પરંતુ દિલ્હીમાં હતો. શેખર સુમને એક્શન લેવાની વાત કરતા કહ્યું કે, ‘હું ચેનલ વિરુદ્ધ લીગલ એક્શન લઈ રહ્યો છું. મીડિયાને વધારે જવાબદાર હોવું જાેઈએ. એવું નહીં કે સ્વાર્થ ખાતર લોકોનું જીવન બરબાદ કરે. હું દરેક લોકોને એ વિનંતી કરું છું કે, સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને ચેનલ પર પ્રતિબંધ લગાવવાની માગણી કરે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.