Western Times News

Gujarati News

૨૪ કલાકમાં નવા ૧૦,૫૮૪ કેસ નોંધાયા, ૭૮ દર્દીનાં મોત

નવીદિલ્હી: ભારતમાં અત્યાર સુધીમાં કુલ ૧,૧૭,૪૫,૫૫૨ લોકોને કોવિડ વેક્સીન આપવામાં આવી ચૂકી છે. બીજી તરફ, મંગળવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૧૦,૫૮૪ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૭૮ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૧,૧૦,૧૬,૪૩૪ થઈ ગઈ છે.
વિશેષમાં, કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૧ કરોડ ૭ લાખ ૧૨ હજાર ૬૬૫ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ૧૩,૨૫૫ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં ૧,૪૭,૩૦૬ એક્ટિવ કેસો છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ ૧,૫૬,૪૬૩ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.

નોંધનીય છે કે, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે મંગળવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૨૨ ફેબ્રુઆરી સુધીમાં ભારતમાં કુલ ૨૧,૨૨,૩૦,૪૩૧ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, સોમવારના ૨૪ કલાકમાં ૬,૭૮,૬૮૫ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં ૨૫૦ની નીચે આવી ગયેલા કેસની સંખ્યામાં હળવો ઉછાળો જાેવા મળ્યો છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં વેક્સિનેશની વચ્ચે ૩૧૫ નવા કેસ નોંધાયા છે. ૨૪ કલાકમાં અમદાવાદમાં ૭૨, વડોદરામાં ૬૮, સુરતાં ૫૨, રાજકોટમાં ૪૨,કચ્છમાં ૧૦ જામનગરમાં ૯, ખેડામાં ૭, ગાંધીનગરમાં ૧૦, નર્મદામાં ૬, દેવભૂમિ દ્વારકામાં ૫, ગીરસોમનાથમાં ૫, ગાંધીનગરમાં ૫, જૂનાગઢમાં ૬, સાબરાકાંઠામાં ૪, અમરેલી, મહીસાગર, મોરબીમાં ૩-૩, આણંદ, તાપીમાં ૨-૨, ભરૂચ, ભાવનગર, દાહોદ, મહેસાણા, નવસારી, પંચમહાલમાં ૧ મળીને કુલ ૩૧૫ નવા કેસ નોંધાયા છે. આજે ૨૭૨ દર્દી સાજા થઈને ઘરે ગયા છે.

ગુજરાતના પડોશી રાજ્ય મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં કોરોનાના કેસમાં ઉછાળો જાેવા મળ્યો છે તેથી રાજ્યસરકાર દ્વારા બોર્ડર પર ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે. અમદાવાદ, વડોદરા, સુરત અને ભાવનગર તેમજ રાજકોટમાં રેલેવ સ્ટેશન અને એરપોર્ટ પર સ્ક્રિનિંગ હાથ ધરાશે. વિદેશથી આવતા નાગરિકોનું ચેકિંગ કરાશે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ ૮,૧૩, ૫૮૨ વ્યક્તિને કોરોનાના પ્રથમ ડોઝનું અને ૬૭,૩૦૦ વ્યક્તિઓને કોરોા બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ કરવામાં આવ્યું છે. હજુ સુધી કોઈને કોરોનાની રસીની આડ અસર જાેવા મળી નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.