Western Times News

Gujarati News

મોદી અને અમિત શાહના ગુજરાતે ફરી સાબિત કરી બતાવ્યું કે ગુજરાત ભાજપનો ગઢ છેઃ વિજય રૂપાણી

ગાંઘીનગર: ગુજરાતની છ મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો હવે સ્પષ્ટ થઈ ગયા છે. તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટી પોતાની સરકાર બનાવી રહી છે તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. આ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક પછી ટ્‌વીટ કરીને લખ્યું છે કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાતે ભવ્ય વિજય અપાવીને, ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે એ ફરી વખત સાબિત કર્યું છે.”

વિજય રૂપાણીએ ટ્‌વીટ કરીને લખ્યું છે કે, “૬ મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય એ ગુજરાતની જનતાનો વિજય છે.વડાપ્રધાને શરૂ કરેલા વિકાસની રાજનીતિનો ભવ્ય વિજય છે. વર્ષોથી કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીને શહેરના વિકાસની જવાબદારી સોંપીને ગુજરાતની જનતાએ રાજકીય વિશ્લેષણ કરનારા લોકોને એન્ટી ઇન્કમ્બન્સી શબ્દ ગુજરાતને લાગુ જ ના પડતો હોય એવો અભ્યાસ કરવા માટેનો વિષય ગુજરાતની જનતાએ વિજય અપાવીને બનાવ્યો છે.”

“સમગ્ર ૬ મહાનગરોના મતદારોનો આભાર માનું છું. આ ચૂંટણીમાં સખત પરિશ્રમ કરનારા ભાજપાના તમામ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. ગુજરાતની જનતાને ખાતરી આપું છું કે ભાજપામાં મૂકેલા વિશ્વાસને ભાજપા એળે નહીં જેવા દે. આવનારા દિવસોમાં ૬ મહાનગરપાલિકાઓના વિકાસ માટે સરકાર કોઇ કચાશ નહીં રાખે.”

ગઈકાલે એટલે કે મત ગણતરીના એક દિવસ પહેલા સીએમ રૂપાણીએ ટ્‌વીટ કરીને લખ્યું હતું કે, “દિશાહીન અને નેતૃત્વવિહીન કાૅંગ્રેસ આ વખતે મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં હરીફાઈમાં હતી જ નહીં. ગઈકાલે રાજ્યમાં મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં થયેલા ઓછા મતદાનની ટકાવારી સ્પષ્ટ દર્શાવે છે કે, કાૅંગ્રેસના મતદારો મતદાન કરવા બહાર નીકળ્યા જ નહીં. ભારતીય જનતા પાર્ટીએ કરેલા વિકાસના અનેક જનહિત કાર્યો અને પારદર્શી સુશાસનના પરિણામે ભાજપા પ્રત્યે મતદારોએ જે ઉત્સાહ દર્શાવ્યો છે તે આવતીકાલે મતગણતરીના પરિણામોથી આપોઆપ પૂરવાર થઈ જશે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.