Western Times News

Gujarati News

ચીને અમેરિકાને છોડ્યું પાછળ, ભારતનું સૌથી મોટું વેપારી ભાગીદાર બન્યું

Files Photo

નવીદિલ્હી: ભારત અને ચીન વચ્ચે તંગ પરિસ્થિતિ હોવા છતાં ચીન ફરી એકવાર ૨૦૨૦માં ભારતના સૌથી મોટા વેપાર ભાગીદાર તરીકે ઉભરી આવ્યું છે. ભારતના વાણિજ્ય મંત્રાલયના કામચલાઉ આંકડા મુજબ, ગત વર્ષે ભારત અને ચીન વચ્ચે દ્વિપક્ષીય વેપાર ૭૭.૭ અબજ ડોલર રહ્યો હતો, જાેકે તે વર્ષ ૨૦૧૯ની સરખામણીએ ઓછો છે. વર્ષ ૨૦૧૯માં બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર ૮૫.૫ અબજ ડોલર રહ્યો હતો. રોગચાળાને કારણે માંગમાં ઘટાડો થવાથી વર્ષ ૨૦૨૦માં ભારત અને યુએસ વચ્ચેનો વેપાર ૭૫.૯ અબજ ડોલર હતો.

ચીન સાથે ભારતના દ્વિપક્ષીય વેપાર ખાધ ૪૦ અબજ ડોલર રહી- ગયા વર્ષે સીમા તણાવના કારણે મોદી સરકારે ચીનની અનેક એપ્લિકેશનો સહિત ચીન પરની ર્નિભરતા ઘટાડવા માટે રોકાણ માટેની મંજૂરી ઓછી કરી હતી. આ સમય દરમિયાન સરકારે આર્ત્મનિભર ભારત પર ઘણો ભાર આપ્યો હતો. તેમ છતાં ભારત ચીનથી બનાવેલી ભારે મશીનરી, ટેલિકમ્યુનિકેશન્સ ઉપકરણો અને ઘરેલુ સાધનોની આયાત પર મોટા પ્રમાણમાં ર્નિભર છે. જેના કારણે ચીન સાથે ભારતની દ્વિપક્ષીય ખાધ આશરે ૪૦ અબજ ડોલરની હતી. જે કોઈપણ દેશ સાથે ભારતની સૌથી મોટી વેપાર ખાધ છે.

અમેરિકા અને યુએઈ રહ્યા બીજા અને ત્રીજા મુખ્ય ભાગીદારો – ૨૦૨૦માં ભારતની ચીનથી કુલ આયાત ૫૮.૭ અબજ ડોલર હતી. જે અમેરિકા અને યુએઈ તરફથી સંયુક્ત આયાત કરતા વધારે છે. અમેરિકા અને યુએઈ અનુક્રમે ભારતનો બીજાે અને ત્રીજાે સૌથી મોટો વેપાર ભાગીદાર છે. કોરોના દરમિયાન માંગ વચ્ચે ભારતે તેના એશિયન પાડોશી દેશની આયાત ઘટાડવા માટે અનેક પગલાં લીધાં છે. જ્યારે તેની નિકાસ ૨૦૧૯ની તુલનામાં ૧૧ ટકા વધીને ૧૯ અબજ ડોલર થઈ છે.

જાેકે કોરોના રોગચાળાને કારણે ચીનનું અર્થતંત્ર પ્રથમ ક્વાર્ટરમાં બગડ્યું હતું. આર્થિક પરિસ્થિતિમાં સુધારો થતાં યુરોપિયન યુનિયનના માલની માંગ વર્ષના અંતમાં વધી. વર્ષ ૨૦૨૦માં મોટી વૈશ્વિક અર્થવ્યવસ્થાઓમાં ચીન એકમાત્ર દેશ હતો, જ્યાં આર્થિક વિકાસ જાેવા મળ્યો હતો. આ દરમિયાન તબીબી ઉપકરણો અને ઇલેક્ટ્રોનિક્સની વિશાળ માંગને કારણે યુરોપમાં ચીનની નિકાસને પણ ફાયદો થયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.