Western Times News

Gujarati News

અમદાવાદમાંથી વધુ એક કારના સાઇલેન્સરની ચોરી

Files Photo

અમદાવાદ: અમદાવાદ શહેરમાં ખાસ ઇકો કારમાંથી સાયલન્સર ચોરીનો સિલસિલો યથાવત જાેવા મળ્યો છે. અગાઉ અમદાવાદના નિકોલ, સરખેજ અને વેજલપુર સહિતના વિસ્તારોમાં ઈકો કારના સાયલન્સર ચોરીની ઘટના બની હતી. સરખેજ પોલીસે આ ગુનામાં ટ્રક અને કાર લઈને આ ગેંગ ચોરી કરતી હોવાનો ખુલાસો કરી માત્ર ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરી હતી. પણ મુખ્ય આરોપી સુધી ન પહોંચતા હવે આ આરોપીઓ પોલીસને ખુલ્લી ચેલેન્જ આપી રહ્યા છે. ત્યારે હજુ સુધી સાઇલન્સરની ચોરી કરનાર મુખ્ય આરોપીઓ પોલીસ પકડમાં આવ્યા નથી.

ત્યાં ફરી એકવાર કારમાં સાયલેન્સરની ચોરી થઇ હોવાની ફરિયાદ આનંદનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. આ વખતે નવી નક્કોર કાર લીધાના બીજા જ દિવસે સાયલન્સરની ચોરી થઈ છે. અમદાવાદના આનંદનગર વિસ્તારમાં હિલપાર્ક બાબુજી વણઝારાના મકાનમાં રહેતા અને ડ્રાઇવિંગ કરતા ૨૩ વર્ષીય રાજેન્દ્રકુમાર ભગોરાએ આનંદનગર પોલીસ સ્ટેશનમાં તેઓની ઈકો કારના સાયલન્સરની ચોરીની ફરિયાદ નોંધાવી છે. તેઓની ફરિયાદ મુજબ ૨૪મી ફેબ્રુઆરીએ તેઓએ નવી ઈકો કારની ખરીદી કરી હતી. ત્યારે ૨૪મી ફેબ્રુઆરીના રોજ રાત્રે ૯ વાગે તેઓએ પોતાના શેઠ જનકભાઈ ત્રિવેદીને તેમના ઘરે ઉતારી આનંદનગર ચંદ્રમૌલી સ્કુલ સામે આવેલી કેસર જ્વેલર્સ પાસે આવેલી કરીયાણાની દુકાન આગળ ઇકો કાર લોક કરીને પાર્ક કર ઘરે ગયા હતા. નોકરી પર જવાનું હોવાથી પાર્ક કરેલી જગ્યાએ જઈને ઇકો કાર ચાલુ કરતાં કારનો અવાજ બદલાઈ ગયો હતો.

જેથી તેઓએ તપાસ કરતાં ઇકો કારનું સાયલન્સર જાેવા મળ્યું ન હતું અને આજુબાજુમાં શોધખોળ કરતાં પણ સાયલન્સર મળી ન આવતા અંતે તેઓએ પોલીસને જાણ કરી સાયલન્સર ચોરીની ફરિયાદ નોંધાવી છે. ૨૦ હજારની કિંમતના સાઇલન્સરની ચોરી થતાં જ આનંદનગર પોલીસે આસપાસના સીસીટીવી સહિતની વિગતો મેળવી સાયલન્સર ચોરી કરનાર યુવકની શોધખોળ શરૂ કરી છે. બીજી ઘટનામાં હકીકત એવી છે કે આનંદનગર માં રહેતા નાથુભાઈ મીના તેમના શેઠની ઇકો કારમાં ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. ગત.૨૪ ફેબ્રુઆરીના રોજ

તેઓ તેમના શેઠને ઘરે ઉતારી કાર પાર્ક કરી ઘરે ગયા હતા. બાદમાં ૨૫મીએ શેઠને લેવા જવા નોકરીએ જતા હતા ત્યારે ઇકો કાર ચાલુ કરી તો અલગ જ અવાજ આવવાનું શરૂ થયું હતું. જેથી તપાસ કરતા ગાડીમાંથી સાયલન્સર ગાયબ હતું. જેથી તેઓએ પણ આ અંગે આનંદનગર પોલીસને જાણ કરાતા પોલીસે આ અંગે ૨૦ હજારના સાયલન્સર ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં અન્ય વિસ્તારો એવા નિકોલ, રામોલ, સરખેજ, વેજલપુર જેવા વિસ્તારોમાં પણ સાયલન્સર ચોરી કરનાર આરોપી પોલીસ પકડથી દૂર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.