Western Times News

Gujarati News

કોઈ રજૂઆત કરવા આવે તો એક કપ ચા પીવડાવજાે

સુરત: સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને ૨૭ બેઠકો પર જીત મળતાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે સુરતમાં પહોંચ્યા છે. અરવિંદ કેજરીવાલ સુરત પહોંચતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. કેજરીવાલ આજે રોડ શો યોજીને મતદારોનો આભાર માન્યો હતો. તેના બાદ અરવિંદ કેજરીવાલે પોતાના ૨૭ કોર્પોરેટરોને સંબોધિત કર્યા હતા.

અરવિંદ કેજરીવાલે પોતાના કોર્પોરેટર્સને સૂચના આપતા કહ્યું કે, પ્રજાલક્ષી કાર્ય કરજાે. કોઈ રજૂઆત કરવા આવે તો ચોક્કસથી તેમને એક કપ ચા પીવડાવજાે. કોઈ પણ ખોટું કામ ભાજપને કરવા દેશો નહિ. મનપામાં ભાજપને કોઈપણ ગેરરીતિ કરવા દેશો નહિ. ભાજપના કોર્પોરેટરોને નાની યાદ કરાવી દેજાે. અરવિંદ કેજરીવાલને નિહાળવા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. તો સાથે જ તેમને જાેઈને કાર્યકર્તાઓ ગેલમાં આવી ગયા છે.

ફૂલહાર સાથે કેજરીવાલનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કેજરીવાલને જાેઈને આપ ગુજરાતમાં નવો જુસ્સો આવ્યો હોય તેવું કાર્યકર્તાઓને અનુભવાયું હતું. જાેકે, કેજરીવાલે એરપોર્ટ પર મીડિયા સાથે વાત કરવાનું ટાળ્યું હતું. તેઓ એરપોર્ટથી સીધા જ સર્કિટ હાઉસ તરફ જવા રવાના થયા હતા. તો તેમણે બપોરનું ભોજન આપના સંગઠન મંત્રી મનોજ સોરઠીયાના ઘરે કર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.