ભિલોડા પોલીસે જીપમાંથી ૧.૨૮ લાખનો દારૂ ઝડપ્યો, દારૂ કોનો હતો તે તપાસ થશે…!!
        અરવલ્લી જિલ્લામાં પણ સ્થાનિક સ્વરાજની જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે રાજકીય પાર્ટીઓના ઉમેદવારો અને આગેવાનો મતદારોને રીઝવવા માટે દારૂ અને પૈસા જેવા પ્રલોભનો આપી રહ્યા હોવાની બૂમો સંભળાઈ રહી છે.
જીલ્લા પોલીસવડા સંજય ખરાત સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રોહીબીશનની કામગીરી સખ્તાઈ પૂર્વક કરવા જીલ્લા પોલીસતંત્રને આદેશ આપી દીધા છે જીલ્લા પોલીસતંત્ર પણ વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા પર મહદંશે સફળ રહી છે ત્યારે ચૂંટણીના ગણતરીના કલાકો પહેલા ભિલોડા પોલીસે જેશીંગપુર નજીકથી મેક્સજીપમાંથી ૧.૨૮ લાખથી વધુનો દારૂ ઝડપી પાડી ઓડ ગામના નરેશ બરંડા નામના શખ્સની ધરપકડ કરી દારૂની ખેપને નિષ્ફળ બનાવી હતી
ભિલોડા પોલીસે મંગાવેલ શરાબનો જથ્થો કયા ઉમેદવારે કે રાજકીય અગ્રણીએ મંગાવ્યો હતો તે અંગે તપાસ કરવામાં આવે અને આવા નેતાઓ કે ઉમેદવારો સામે પણ પ્રોહિબિશન હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેની લોકમાંગ પ્રબળ બની છે.
ભિલોડા પીએસઆઈ એમ.ડી.ગઢવી અને તેમની ટીમે જેશીંગપુર ચેકપોસ્ટ પર વાહનોનું સઘન ચેકીંગ હાથધર્યું હતું શામળાજી નજીકથી વિદેશી દારૂ ભરી ભિલોડા તરફ આવી રહેલ મેક્સજીપની શંકાસ્પદ ઝડપના પગલે પીએસઆઈ ગઢવી એ જીપને અટકાવવાનો ઈશારો કરતા જીપ ચાલકે જીપ હંકારી મુકતા પોલીસે સરકારી જીપમાં પીછો કરતા થોડે દૂર જીપ રોડ બાજુ મૂકી ત્રણ શખ્શો ખેતરમાં ભાગ્યા હતા જીપ ચાલક નરેશ બરંડા નાસી છૂટે તે પહેલા પોલીસે દબોચી લીધો હતો.
મેક્સજીપમાં તપાસ કરતા જીપમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૧૧૮૬ કીં.રૂ.૧૨૮૫૫૦/- તથા મોબાઈલ-૧ તેમજ મેક્સજીપ મળી કુલ.રૂ.૩૩૧૫૫૦ /- નો મુદ્દામાલ કબ્જે કરી બુટલેગરોની ખેપ નિષ્ફળ બનાવી હતી ભિલોડા પોલીસે વિદેશી દારૂ ક્યાં લઇ જવાતો હતો તે અંગે તપાસ હાથધરી હતી.
ભિલોડા પોલીસે મેક્સજીપ ચાલક નરેશ મનુભાઈ બરંડા( રહે,ઓડ) ની ધરપકડ કરી ૧)રાજુ કકવા પારઘી (રહે,રતનપુર ચેકપોસ્ટ નજીક અણસોલ),૨)રાહુલ હોથા (અણસોલ ) અને ૩)જીજ્ઞેશ ઉર્ફે જીગો રાવલ (રહે,શ્યામ બંગ્લોઝ,શામળાજી) વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
