Western Times News

Gujarati News

વાતચીત માટે સારૂ વાતાવરણ બનાવવાની જવાબદારી ભારતની છે : ઇમરાન ખાન

નવીદિલ્હી: ભારત અને પાકિસ્તાન વચ્ચે એલઓસી પર સંધર્ષ વિરામની સહમતિ બન્યા બાદ વડાપ્રધાન ઇમરાન ખાનની પ્રતિક્રિયા આવી છે ભારત અને પાકિસ્તાન વચ્ચે નિયંત્રણ રેખા પર સંધર્ષ વિરામને લઇ બનેલ સહમતિ બાદ ઇમરાન ખાને ખુદને શાંતિ અને વાતચીતના સમર્થક બતાવ્યા અને કાશ્મીરનો રાદ આલાપ્યો આ સાથે બાલાકોટ હુમલાથી દુનિયાની સામે શર્મસાર થનાર ઇમરાન ખાને ખુદ જ સેનાની પ્રશાંસા કરી હતી

બાલાકોટમાં ભારતીય વાયુસેના દ્વારા જૈશ એ મોહમ્મદના આતંકી સ્થળોને ખતમ કરવાના એયર સ્ટ્રાઇક બાદ પાકિસ્તાની જવાબી એયર સ્ટ્રાઇકની બીજી વર્ષગાંઠ પર ઇમરાને અનેક ટ્‌વીટ કર્યા અને કહ્યું કે કાશ્રી લોકોના આત્મનિર્ણયના અધિકારને પુરા કરવા માટે ભારતે પગલા ઉઠાવવા જાેઇએ ખાને કહ્યું કે દ્વિપક્ષીય સંબંધોને સારા કરવાના હેતુથી યોગ્ય વાતાવરણ બનાવવાની જવાબદારી ભારતની છે.ખાને

એ પણ કહ્યું કે ભારત કાશ્મીરી લોકોથી મળવા માટે પગલુ ઉઠાવશે આત્મનિર્ણયનો અધિકાર એટલું જ નહીં ઇમરાને એ પણ કહ્યું કે પાકિસ્તાન વાતચીતના માધ્યમથી તમામ મુદ્દાના ઉકેલ માટે આગળ વધવા તૈયાર છે. ઇમરાને કહ્યું કે પાકિસ્તાન પર ભારતના ગેરકાયદેસર સૈન્ય હવાઇ હુમલાના બે વર્ષ થવા પર હું સમગ્ર દેશ અને પોતાની સેનાને અભિનંદન પાઠવું છું એક ગર્વિત અને આત્મવિશ્વાસી રાષ્ટ્ર તરીકે આપણે આપણા હિસાબથી સમય અને જગ્યા પર દ્‌ઢતાથી પ્રતિક્રિયા આપી કેદ કરવામાં આવેલ પાયલોટને પાછો આપી આપણે ભારતની બિનજવાબદારી સૈન્ય અસ્થિરતાની સામે આપણા દુનિયાને પણ પાકિસ્તાનનું જવાબદાર વલણ બતાવ્યું

ઇમરાન ખાને કહ્યું કે હું નિયંત્રણ રેખા પર યુધ્ધવિરમની બહાલીને લઇ સહમતિનુ ંસ્વાગત કરૂ છું આગળી વાતચીત માટે અનુકૂળ વાાવરણ બનાવવાની જવાબદારી ભારતની છે તેમણે કહ્યું કે લાંબા સમયથી ચાલી રહેલ કાશમીરની માંગ અને અધિકાર આપવા માટે સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રસ્તાવો અનુસાર ભારતે પગલા ઉઠાવવા જાેઇએ

ભારત અને પાકિસ્તાને ૨૪-૨૫ ફેબ્રુઆરીની મધ્યરાત્રિથી નિયંત્રણ રેખા અને તમામ અન્ય વિસ્તારોમાં સંધર્ષ વિરામ સમજૂતિ અને પરસ્પર સહમતિઓનું કડકાઇથી પાલન કરવા પર સહમતિ વ્યકત કરવામાં આવી હતી ત્યારબાદ ઇમરાનની આ પહેલી પ્રતિક્રિયા હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.