Western Times News

Gujarati News

પેટ્રોલ ડીઝલ સસ્તુ કરવા માટે ટેકસ ઘટાડવા માટે સરકાર વિચાર કરી રહી છે

Files photo

નવીદિલ્હી: પેટ્રોલ ડિઝલના સતત વધી રહેલા ભાવે સામાન્ય જનતાના જીવન પર અસર પાડી છે કેન્દ્ર સરકાર સામાન્ય લોકોને કેટલીક રાહત આપી શકે છે નાણાં મંત્રાલય પેટ્રોલ અને ડીઝલ પર એકસાઇઝ ડયુટી ઘટાડવા પર વિચાર કરી રહી છે.હાલ દેશમાં પેટ્રોલ અને ડીઝલની કીમતો પોતાના ઉચ્ચતમ સ્તર પર ચાલી રહી છે. રિપોર્ટ અનુસાર સામાન્ય જનતા પર બોજ ઓછો કરવા માટે સરકાર ટેકસ ઘટાડવા પર ચર્ચા કરી રહી છે.

કાચા તેલનું ભારત વિશ્વમાં ત્રીજાે મોટો ગ્રાહક છે કાચા તેલની કીમતો ગત ૧૦ મહીનમાં ડબલ થઇ ચુકી છે જેથી ઘરેલુ બજાર એટલે કે ભારતમાં તેલની કીમતો પર અસર પાડી છે દેશમાં ટેકસ અને ડયુટીના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવ રિટેલમાં ૬૦ ટકા સુધી વધી જાય છે.

કોરોનાવાયરસ મહામારીએ અર્થવ્યવસ્થાને સૌથી વધુ પ્રભાવિત કરી જેને કારણે ગત ૧૨ મહીનામાં મોદી સરકારે બે વાર ટેકસ વધાર્યા પેટ્રોલ અને ડીઝલ પર ટેકસ વધારી સરકાર ટેકસ રેવેન્યુ વધારવા ઇચ્છતી હતી સરકારે કાચા તેલની ઓછી કીમતોનો લાભ ગ્રાહકોને પહોંચાડયો નથી

સુત્રોના જણાવ્યા અનુસાક હવે નાણાં મંત્રાલય તેલની કીમતો પર ટેકસ ધટાડવાને લઇ વિચાર કરી રહી છ ેતેને લઇ નાણાં મંત્રાલયે કેટલાક રાજયો તેલ કંપનીઓ અને પેટ્રોલિયમ મંત્રાલય સાથે ચર્ચા કરી છે. નાણા ંમંત્રાલય ઇચ્છે છે કે કોઇ એવો રસ્તો કાઢવામાં આવે જેથી સરકારની આવક પર પણ અસર ન પડે અને સામાન્ય જનતાને પણ રાહત મળે.

પેટ્રોલ ડીઝલની કીમતો સ્થિર રાખવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે સરકાર એવો ઉકેલ લાવવા પર વિચાર કરી રહી છે જેથી કીમતો સ્થિર રાખી શકાય માર્ચના મધ્ય સુધી તેના પર નિર્ણય લઇ શકાય છે ટેકસ ઘટાડતા પહેલા સરકાર કીમતોને સ્થિર કરવા ઇચ્છે છે. જેથી ભવિષ્યમાં કાચા તેલની કીમતો વધવા પર ટેકસ સ્ટ્રકચરમાં પરિવર્તન ન કરવું પડે તાજેતરમાં નાણાંમંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે તે એ કહી શકે નહીં કે બળતણ પર ટેકસ કયારે ઓછો થશે પરંતુ રાજયો અને સરકારોએ ટેકસ ધટાડવા માટે પરસ્પરમાં વાત કરવી પડશે

પેટ્રોલ અને ડીઝલની કીમત આજે મંગળવારે સતત ત્રીજા દિવસે બદલાઇ નથી દિલ્હી અને મુંબઇમાં આ લમયે પેટ્રોલ અને ડીઝલ પોતાના ઉચ્ચતર ભાવ પર છે દિલ્હીમાં પેટ્રોલ ૯૧.૧૭ રૂપિયા જયારે ડીઝલ ૮૧.૪૭ રૂપિયા પહોંચી ગયું છે જયારે મુંબઇમાં પેટ્રોલની કીમત ૯૭.૫૭ રૂપિયા અને ડીઝલની કીમત ૮૮.૬૦ રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગઇ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.