Western Times News

Gujarati News

RSSની ચુંટણી બેઠક પહેલીવાર નાગપુરમાં યોજાશે નહીં

બેંગ્લુરૂ: રાષ્ટ્રીય સ્વયંસેવક સંધની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા આ વખતે ૧૩થી ૨૧ માર્ચ સુધી બેંગ્લુરૂમાં યોજાનાર છે આમ તો સંધની આ બેઠક દર વર્ષે માર્ચમાં જ યોજાય છે પરંતુ આ વખતે યોજાનારી બેઠક કંઇક ખાસ માનવામાં આવી રહી છે આ બેઠક ખાસ એટલા માટે કે આ ચુંટણી બેઠક છે. જયાર સંધની આ ચુંટણી બેઠક પહેલીવાર નાગપુરની બહાર થઇ રહી છે.

સંઘમાં દર ત્રણ વર્ષે ચુંટણી વર્ષ હોય છે તેમાં સરકાર્યવાહની ચુંટણી થાય છે લગભગ એક દાયકા પહેલા સુધી દર વર્ષે સંધની આ સૌથી મોટો નિર્ણય લેનારી સંસ્થા અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની બેઠક નાગપુરમાં જ થાય છે પરંતુ ત્યારબાદ નક્કી કરવામાં આવ્યું કે દર ત્રીજી બેઠક એટલે ચુંટણી વર્ષવાળી બેઠક નાગપુરમાં થશે બાકી બે વર્ષ આ બેઠક પ્રદેશના અલગ અલગ ભાગોમાં થશે આ વર્ષની બેઠક ચુંટણી છે અને તે નાગપુરમાં યોજનાર હતી સંધના એક પદાધિકારીએ કહ્યું કે કોવિડ ૧૯ના કારણે અલગ અલગ રાજયોના અલગ અલગ નિયમ છે મહારાષ્ટ્‌ના કોરોના પ્રોટોકોલને ધ્યાનમાં રાખતા આ વખતે આ બેઠક નાગપુરમાં નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યાં કોરોના કેસમાં પણ તેજી આવી રહી છે આથી ચુંટણી બેઠક આ વર્ષે બેંગ્લુરૂમાં જ થઇ રહી છે.

સંધના પદાધિકારી અનુસાર દર ત્રીજા વર્ષે સંધમાં જીલ્લા સંધ ચાલક પ્રાંત સંધ ચાલક વિભાદ સંઘ ચાલક સહિત સરકાર્યવાહની ચુંટણી થાય છે સંધમાં સૌથી મોટા કાર્યકારી પદ સરકાર્યવાહનું જ હોય છે એક દાયકાથી વધુ સમયથી ભૈયાજી જાેશી સરકાર્યવાહ છે.ચર્ચા છે કે આ વખતે સંધને કોઇ નવા સરકાર્યવાહ મળી શકે છે જાે કે ત્રણ વર્ષ પહેલા પણ આ રીતની ચર્ચા હતી પરંતુ ત્યારે પણ ભૈયાજી જાેશીને જ ચુંટવામાં આવ્યા હતાં

સંધના ઇતિહાસમાં આજ સુધી કયારેય મતદાનની સ્થિતિ આવી નથી દરેક વખતે સરકાર્યવાહની ચુંટણી નિર્વિરોધ જ થાય છે. ચુંટણીની પુરી પ્રક્રિયાનું રાલન કરવામાં આવે છે. નવા સરકાર્યવાહની ચુંટણી થયા બાદ તે પોતાની નવી ટીમની જાહેરા કરી શકે છે આ વખતે પ્રતિનિધિસભામાં સંખ્યા પણ ઓછી રાખવામાં આવી છે. બેઠકમાં સંધના પ્રતિનિધિ ગત વર્ષની ગતિવિધિઓનું વિવરણ આપશે શાખાઓ કેટલી વધી તેનો ઉલ્લેખ હશે કોવિડ દરમિયાન જે રીતે કામ થયું તેના પર પણ વાત થશષે અનેક સામાજિક અને રાજનીતિક પ્રસ્તાવ પણ પાસ કરવામાં આવશે બેઠકમાં આર્થિક પ્રસ્તાવ પણ આવી શકે છે. કારણ કે કોવિડ ૧૯ના દૌરમાં અર્થવ્યવસ્થા પર ાર પડી છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.