Western Times News

Gujarati News

બંગાળમાં કોંગ્રેસનું ગઠબંધન નહી પરતુ ઠગબંધન છે : ભાજપ

નવીદિલ્હી: પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસન આઇએસએફની સાથે ગઠબંધનને લઇ પાર્ટીમાં જારી વિવાદને લઇ ભાજપના રાષ્ટ્રીય પ્રવકતા સંબિત પાત્રાએ કહ્યું કે આ કોંગ્રેસનું ગઠબંધન નહીં પરંતુ ઠગબંધન છે પાત્રાએ વધુમાં કહ્યું કે કોંગ્રેસ સહયોગી પર નિર્ભર રહે છે.
સંબિત પાત્રાએ કહ્યું કે આજે કોંગ્રેસ પોતાની પ્રસાંગિકતાને બનાવી રાખવા માટે ગઠબંધન પર નિર્ભર છે બરાબર એવું જ એક ગઠબંધનની પ્રક્રિયા રાહુલ ગાંધીજી અને તેમની કોંગ્રેસ પાર્ટી બંગાળમાં કરી રહી છે. પાત્રાએ કહ્યું કે કોગ્રેસ ે જેટલા પણ ગઠબંધન કર્યા છે તે કોઇ સારા પ્રદર્શન,સારા રિફોર્મ્સ કે સારા ગવર્નેસ માટે કર્યા નથી આ ગઠબંધન ફકત એટલા માટે કરવામાં આવ્યા છે કે કોઇ પ્રકારે ગાંધી પરિવાર પોતાની રાજનતિક પ્રાસંગિકતા બનાવી રાખે

પાત્રાએ કહ્યું કે કોંગ્રેસ પોતાને સેકયુલર બતાવે છે જયારે કોંગ્રેસ બંગાળમાં એઆઇએસએફની સાથે ગઠબંધન કરે છે કેરલમાં મુસ્લમ લીગની સાથે ગઠબંધન કરે છે જમાત એ ઇસ્લવામીના ફ્રંટ ઓર્ગનાઇજેશનની સાથે ગઠબંધન કરે છે.આસામમાં બદરૂદ્દીન અજમલની પાર્ટી સાથે ગઠબંધન કરે છે.

સંબિત પાત્રાએ કહ્યું કે એકવાર રાહુલ ગાંધીએ કહ્યું હતું કે હાં અમે મુસલમાનોની પાર્ટી છીએ આ અહેવાલને એક મોટા સમાચાર પત્રે પ્રકાશિત કર્યો હતો પરંતુ આ મુસલમાનોની પાર્ટી પણ નથી આ ફકત ધરવાળાઓની પાર્ટી છે. પાત્રાએ કહ્યું કે આગામી વિધાનસભાની ચુંટણીઓમાં ભાજપ સારો દેખાવ કરશે અને સરકાર બનાવશે તેમણે કહ્યું હતું કે બંગાળમાં કોંગ્રેસ કયાંય છે જ નહીં બંગાળમાં ભાજપ આ વખતે ૨૦૦થી વધુ બેઠકો પર જીત હાંસલ કરી સરકાર બનાવશે અને મમતાજીને બહાર કરશે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.