Western Times News

Latest News from Gujarat

સાચો સમય આવવા પર જણાવીશ બંગાળની રણનીતિઃ ઓવૈસ

હૈદરાબાદ: રાજકીય ઉથલપાથલ વચ્ચે પશ્ચિમ બંગાળમાં ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. રાજ્યમાં આઠ તબક્કામાં મતદાન થવાનું છે. દરમિયાન, કોંગ્રેસ અને ડાબેરી પક્ષોની સંયુક્ત રેલીથી રાજ્યમાં એક નવું સમીકરણ સર્જાયું છે. આ રેલીમાં આઈએસએફના વડા અબ્બાસ સિદ્દીકીએ કોંગ્રેસ-ડાબેરી ગઠબંધનની પસંદગી કરી હતી અને એઆઈઆઈએમઆમ એકલુ પડી ગયુ હતુ. આ અંગે ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇતેહાદુલ મુસલીમિનના વડા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું હતું કે, જ્યારે સમય યોગ્ય હશે ત્યારે હું આ બાબતે ચર્ચા કરીશ.

આઈએસએફ કોંગ્રેસ સાથે ગયુ ત્યારે અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું હતું કે “હું ફક્ત જનીબ-એ-મંજિલ જ ગયો હતો પરંતુ લોકો પણ સાથે આવ્યા અને કાફલો બન્યો હતો.” બંગાળમાં તેમની પાર્ટીની વ્યૂહરચના અંગે તેમણે કહ્યું હતું કે, સમય યોગ્ય હશે ત્યારે હું બોલીશ. તેમણે કહ્યું કે અમે તામિલનાડુમાં વિધાનસભાની ચૂંટણી લડીશું. અમારા કેટલાક ઉમેદવારોએ ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિજય મેળવ્યો હતો.

ઓવૈસીએ કહ્યું કે પાર્ટીના સભ્યો સાથે ચર્ચા અને સમીક્ષા કરવા આજે રાજસ્થાન જઈ રહ્યો છું. ઉત્તર પ્રદેશમાં પણ આપણા પક્ષના કાર્યકરો સખત મહેનત કરી રહ્યા છે. બિહારમાં તાજેતરમાં યોજાયેલી ચૂંટણીઓમાં ઓવૈસીની પાર્ટીએ પાંચ બેઠકો જીતીને સારું પ્રદર્શન કર્યું હતું. ત્યારથી, ઓવૈસીના ઇરાદાને ઉત્થાન આપવામાં આવ્યું છે. તેઓ બંગાળની આગામી ચૂંટણી અંગે નિવેદનો આપી રહ્યા છે.
મહત્વનું છે કે, પશ્ચિમ બંગાળમાં ૨૭ માર્ચથી ૨૯ એપ્રિલ સુધી આઠ તબક્કામાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે અને બાકીના ચાર રાજ્યોની સાથે ૨ મેના રોજ મતગણતરી યોજાશે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers