Western Times News

Latest News from Gujarat

અભિનેતા સલમાન ખાન અર્શી ખાનની ઉર્દૂનો ફેન બન્યો

મુંબઈ: બિગ બોસ ૧૪ની કન્ટેસ્ટન્ટ અર્શી ખાનનું કહેવું છે કે સલમાન ખાન ઈચ્છે છે કે તેની કથિત ગર્લફ્રેન્ડ યૂલિયા વંતૂર ઉર્દૂ શીખે. અર્શી ખાને જણાવ્યું કે, બિગ બોસ ૧૪ના ફિનાલે બાદ થયેલી પાર્ટીમાં સલમાન ખાને તેનો પરિયર યૂલિયા સાથે કરાવ્યો હતો અને તે દરમિયાન આ વાત કહી હતી. બિગ બોસ ૧૪ના સૌથી એન્ટરટેનિંગ કન્ટેસ્ટન્ટ્‌સમાંથી એક અર્શી ખાન પોતાની ઉર્દૂ ભાષાના ઉપયોગથી ચર્ચામાં રહી હતી. ઘણીવાર વીકએન્ડ કા વારમાં સલમાન ખાન આ જ કારણથી અર્શીની મજાક ઉડાવતો પણ જાેવા મળતો હતો.

અર્શીએ જણાવ્યું કે, પાર્ટીમાં સલમાન ખાને અર્શીના ઉર્દૂ ભાષાના ઘણા વખાણ કર્યા અને આ કારણ તે ખુશ છે. સલમાન ખાને અર્શી ખાનનો પરિચય કરાવતાં યૂલિયાને કહ્યું હતું કે, ‘આ અર્શી છે અને તેની ઉર્દૂ સારી છે. યૂલિયા હું ઈચ્છું છું કે તું પણ ઉર્દૂ શીખ. શીખવા માટે આ એક સુંદર ભાષા છે. આ પાર્ટીમાં અર્શી ખાન ગોલ્ડન કલરનો ડ્રેસ પહેરીને આવી હતી.

આ ડ્રેસ ઉપરથી તો ફિટ હતો પરંતુ નીચેથી ફુગ્ગા જેવો આકાર આપવામાં આવ્યો હતો. આ ડ્રેસના કારણે સોશિયલ મીડિયા પર લોકોએ તેને ટ્રોલ કરી હતી. લોકોએ લેડી ગાગાની સ્ટાઈલ કોપી કરવા માટે કોપી કેટ કહી હતી. તો બીજી તરફ અર્શીનું કહેવું હતું કે, તેના ડિઝાઈનરે કેટલાક આઉટફિટ મોકલ્યા હતા. જેમાંથી તેને ગોલ્ડન આઉટફિટ પસંદ આવ્યું હતું. અને ત્યારે જ તેણે નક્કી કરી લીધું હતું કે, ફિનાલે બાદની પાર્ટીમાં તે આ જ પહેરશે. આટલું જ નહીં અર્શી ખાનના આ ડ્રેસની તો સલમાન ખાને પણ મજાક ઉડાવી હતી. અર્શીએ પોતે આ વાત કરતાં કહ્યું હતું કે, ‘તે ડ્રેસ એવો જ હતો. ફિનાલે બાદ જ્યારે પાર્ટીમાં પહોંચી તો સલમાન સર પણ કહેતા હતા, અર્શી આ શું પહેરીને આવી છે? તું બિગ બોસનો સોફો બનીને આવી છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers