CBI, NIA, EDમાં સીસીટીવી શા માટે નથીઃ સુપ્રિમ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2019/06/cctv.jpg)
નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે હજુ સુધી સીબીઆઈ, એનઆઈએ અને ઈડી જેવી કેન્દ્રીય તપાસ એજન્સીઓના કાર્યાલયોમાં સીસીટીવી કેમેરા શા માટે નથી લાગ્યા તે અંગે નારાજગી વ્યક્ત કરી હતી. સાથે જ સરકાર આ મામલે પગ પાછા ખેંચવા પ્રયત્ન કરી રહી હોવાનો ફટકાર પણ વરસાવ્યો હતો.
કોર્ટે કેન્દ્ર સરકારને તમામ કેન્દ્રીય તપાસ એજન્સીઓ અને રાજ્ય સરકારોને આગામી ૫ મહિનામાં દેશના તમામ પોલીસ સ્ટેશનમાં સીસીટીવી કેમેરા અને રેકોર્ડિંગ ઉપકરણો લગાવવા આદેશ આપ્યો છે. ઉપરાંત કેન્દ્ર સરકારને ૩ સપ્તાહ અને રાજ્ય સરકારોને એક મહિનાની અંદર સોગંદનામુ દાખલ કરવા પણ કહેવામાં આવ્યું છે.