Western Times News

Gujarati News

ભારત સાથે પાકિસ્તાન તમામ મુદ્દા ઉપર વાર્તા માટે તૈયાર

ઇસ્લામાબાદ: દુનિયામાં ભારતના વધતા પ્રભાવથી દબાણમાં આવેલ પાકિસ્તાને એકવાર ફરી વાતચીતથી વિવાદોને ઉકેલવાની વાત કહી છે. પરંતુ સીમાપારથી આતંકીઓને ભારત મોકલવાથી રોકવા પર કંઇ કહ્યું નથી ભારતે વાતચીત શરૂ કરવા માટે આ શરત રાખી છે. પાકિસ્તાની વિદેશ મંત્રાલયના પ્રવકતા જાહિદ હફીજ ચૌધરીએ કહ્યું કે ભારતની સાથે તમામ મુદ્દાને વાતચીતથી ઉકેલવામાં પાકિસ્તાનને કોઇ વાંધો નથી

બંન્ને દેશોના ડાયરેકટર જનરલ મિલિટરી ઓપરેશંસ (ડીજીએમઓ)ની વચ્ચે વાતચીત માટે બનેલ સહમતિ બાદ પાકિસ્તાન તરફથી આવેલ આ નિવેદન મહત્વપૂર્ણ માનવામાં આવે છે પ્રવકતાએ કહ્યું કે પાકિસ્તાન તમામ મુદ્દાનું શાંતિપૂર્ણ સમાધાન ઇચ્છે છે. જમ્મુ કાશ્મીર સહિત તમામ મુદ્દાને વાતચીત દ્વારા ઉકેલવાના પક્ષધર છીએ

ચૌધરીએ કહ્યું કે બંન્ને દેશોના ડીજીએમઓ નિયંત્રણ રેખા પર સ્થિતિ સામાન્ય રાખવા માટે હોટલાઇન પર સંપર્ક બનાવી રાખવા પર સહમત થયા છે આ દરમિયાન સમજૂતિ અને સંધર્ષવિરામનું કડક પાલન કરવામાં આવશે ભારતે પણ ફેબ્રુઆરીમાં કહ્યું હતું કે તે પાકિસ્તાનની સાથે પડોસીવાળા સામાન્ય સંબંધ ઇચ્છે છે પરંતુ તેના માટે તે આતંક અને હિંસાથી મુકત વાતાવરણ ઇચ્છે છે આ પાકિસ્તાન ઉપર છે કે તે કયાં સુધી આવું વાતાવરણ બનાવે છે.

ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવકતા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું કે અમારી સ્થિતિ સર્વવિદિત છે અમે પાકિસ્તાનની સાથે સારા સંબંધ ઇચ્છીએ છીએ પરંતુ તેના માટે આતંક અને હિંસા રહિત વાતાવરણ બનાવવું પડશે નિયંત્રણ રેખા પર શાંતિ સ્થાપિત કરવી પડશે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.