Western Times News

Gujarati News

સીમા મુદ્દે ભારત અને ચીન વચ્ચે વાતચીત અટકી ગઇ

નવીદિલ્હી: બોર્ડર પર તણાવવાળી અન્ય જગ્યાઓને લઇને ભારત અને ચીન વચ્ચે વાતચીત અટકી ગઇ છે એવા સંકેત મળી રહ્યા છે. દરમિયાન ભારતે સ્પષ્ટ કહ્યું છે કે જ્યાં સુધી ટેન્શનવાળા બધા વિસ્તારોમાંથી ડિસએન્ગેજમેન્ટ નહીં થાય ત્યાં સુધી પૂર્વ લદ્દાખમાંથી સેના પાછળ નહીં હટે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું કે અમારી અપેક્ષા છે કે ચીન એ સુનિશ્ચિત કરે કે તુરંત બાકીના વિસ્તારોમાં ડિસએન્ગેજમેન્ટ પૂર્ણ કરે. તેમણે કહ્યું કે, “અમારી અપેક્ષા છે કે ડબ્લ્યુએમસીસી અને વરિષ્ઠ કમાન્ડર્સની બેઠકો, બન્ને દ્ધારા ચીની પક્ષ આપણી સાથે મળીને એ સુનિશ્ચિત કરે કે બાકીના વિસ્તારોમાં બની શકે એટલી જલદીથી ડિસએન્ગેજમેન્ટની પ્રક્રિયા પૂરી થાય.”

શ્રીવાસ્તવે કહ્યું કે આમાં બન્ને પક્ષોના પૂર્વી લદ્દાખમાં સેનાઓને પાછા હટાવવાનો રસ્તો ખુલશે અને માત્ર તેનાથી જ શાંતિ પુનઃસ્થાપિત થશે. તેમણે કહ્યું કે ભારતે પહેલેથી જ એ વાત પર ભાર મૂક્યો છે કે દ્ધપક્ષીય સંબંધ આગળ ત્યારે જ વધશે જ્યારે સીમા પર શાંતિ હશે.
પેંગોગ સરોવરના ઉત્તરી અને દક્ષિણી કિનારા પર ડિસએન્જેગમેન્ટના પહેલા રાઉન્ડ પછી એક બફર ઝોન બન્યો હતો જ્યાં પેટ્રોલિંગ નહોતુ કરવાનું.

ત્યાર બાદ ડોગરા-હોટ સ્પ્રિંગ્સમાં ડિસએન્ગેજમેન્ટને લઇને વાતચીત કોઇ પરિણામ પર પહોંચતી નથી દેખાઇ રહી. મિલિટ્રી કમાન્ડર્સની છેલ્લી બેઠક ગતિરોધ પર જ સમાપ્ત થઇ હતી. ભારતનું કહેવું છે કે દેપસાંગમાં તેને પેટ્રોલિંગનો જુનો અધિકાર મળે જ્યાં ચીની સૈનિકો હાલ તેને પેટ્રોલિંગ પોઇન્ટ્‌સ ૧૦ થી ૧૩ સુધી નથી જવા દઇ રહ્યા. શ્રીવાસ્તવે કહ્યું કે વર્તમાન હાલત જાે લાંબા સમય સુધી રહેશે તો બન્ને દેશના હિતમાં નહીં હોય.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.