Western Times News

Gujarati News

મૂળ ભારતીય નૌરીન હસન ન્યૂ યોર્કના ફેડરલ રિઝર્વ બેન્કના ઉપાધ્યક્ષ બન્યા

ન્યૂયોર્ક: ભારતીય અમેરિકી મૂળના મહિલા નૌરીન હસનને ન્યૂ યોર્કના ફેડરલ રિઝર્વ બેન્કના ઉપાધ્યક્ષ અને ચીફ ઓપરેટિંગ ઓફિસર બનાવવામાં આવ્યાં છે. બેન્કે પોતાના નિવેદનમાં જણાવ્યું કે, આ નિયુક્તિ ૧૫ માર્ચથી અમલમાં થશે. આ નિયુક્તિને બોર્ડ ઓફ ગવર્નર્સ અને ફેડરલ રિઝર્વ સિસ્ટમ તરફથી મંજૂર કરી દેવાઈ છે.

આ ઉપરાંત બેન્કે જણાવ્યું કે, પહેલા ઉપાધ્યક્ષરૂપે હસન ન્યૂ યોર્ક ફેડની બીજા રેન્કની અધિકારી હશે અને ફેડરલ ઓપન માર્કેટ કમિટિની વૈકલ્પિક મતદાન સભ્ય હશે. ન્યૂ યોર્ક ફેડર બેન્કના અધ્યક્ષ અને સીઈઓ જાેન સી. વિલિયમ્સે જણાવ્યું કે, નૌરીન લીડરશિપ બેકગ્રાઉન્ડથી છે

તેમણે ઘણી ટીમનું નેતૃત્વ કર્યું છે. તેમની પાસે નાણાકીય અનુભવ પણ છે. અમને વિશ્વાસ છે કે નૌરીન આ પદ પર રહીને બીજા માટે પ્રેરણા બનશે. તેમના નિવેદન અનુસાર, નૌરીન હસને પહેલા નાણાકીય સેવા ઉદ્યોગમાં વિભિન્ન ભૂમિકા નિભાવી છે, જે મુખ્યરૂપે ડિજિટલ અને વ્યવસાયિક પ્રક્રિયા પરિવર્તન પર કેન્દ્રિત છે. ગયા ચાર વર્ષથી આ મોર્ગન સ્ટેનલેમાંં મની મેનેજમેન્ટની મુખ્ય અધિકારી પણ હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.