Western Times News

Gujarati News

ઈમરાન ખાન વિશ્વાસ મત જીત્યો, ઇમરાનના પક્ષમાં ૧૭૮ મત પડયા

ઇસ્લામાબાદ: પાકિસ્તાનમાં અંતે ઈમરાન ખાને તેમની સરકાર બચાવી લીધી છે. ફ્લોર ટેસ્ટ દરમિયાન નેશનલ એસેમ્બલીમાં ઈમરાન ખાનના પક્ષમાં ૧૭૮ વોટ પડ્યાં છે. તેમને ૧૭૦ વોટની જરૂર હતી. આ દરમિયાન વિપક્ષના સાંસદો અને નેતાઓ પર એસેમ્બલી બહાર ખૂબ વિવાદ થયો હતો. ફ્લોર ટેસ્ટનો બાયકોટ કરીને એસેમ્બલી બહાર પ્રદર્શન કરતાં વિપક્ષના નેતાઓ પર જૂતા ફેંકાયા છે. મુસ્લિમ લીગની નેતા મરિયમ નવાઝ પર ઈમરાન ખાનના સમર્થકોએ હુમલો કરી દીધો હતો.

એસેમ્બલીમાં વિપક્ષના સભ્યોએ ફ્લોર ટેસ્ટનો બોયકોટ કર્યો છે. વોટિંગ પહેલાં સીનેટ ચેરમેને વિપક્ષના સભ્યોને એસેમ્બલીમાં આવવા માટે ૫ મિનિટનો સમય આપ્યો હતો, પરંતુ કોઈ સભ્ય પહોંચ્યા નહતા. ત્યારપછી એસેમ્બલીના બધા દરવાજા બંધ કરીને વોટિંગ કરવામાં આવ્યું હતું. વિદેશ મંત્રી મહેમુદ કુરૈશીએ સંસદમાં વિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. સીનેટ ચેરમેને જણાવ્યું કે, ઈમરાન ખાન સાથે ૧૭૬ સભ્યોનો સાથ હતો. જે વધીને ૧૭૮ થઈ ગયો હતો.

વિપક્ષના નેતા રહેમાને દાવો કર્યો છે કે, રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ શનિવારે જે સેશન બોલાવ્યું હતું તેનો અર્થ છે કે પીએમ ઈમરાન ખાને
બહુમતનો વિશ્વાસ ગુમાવી દીધો છે. તેથી તેમને વિશ્વા સ મત મેળવવો જરૂરી છે. રાષ્ટ્રપતિ નેશનલ એસેમ્બલીનું સત્ર બોલાવાની વાત કરે તો તે વિપક્ષની વાતને મજબૂત કરે છે. રહેમાનનું કહેવું છે કે, આ સેશનનું કોઈ રાજકીય મહત્વ નથી. ઈમરાન સરકારને દેશની પ્રતિનિધિ સરકાર નહીં માનવામાં આવે.

હાલમાં થયેલી સીનેટ ચૂંટણીમાં વિપક્ષી પાકિસ્તાન પીપુલ્સ પાર્ટીના ઉમેદવાર પૂર્વ વડાપ્રધાન મંત્રી સૈયદ યુસુફ રજા ગિલાનીએ પાકિસ્તાનના નાણામંત્રી અબ્દુલ હફીઝ શેખને હરાવી દીધા છે. આ પરિણામ ઈમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ માટે મોટો ઝટકો છે. કારણકે તેમની પાર્ટી અને તેમના સહયોગી નેશનલ એસમ્બલીમાં બહુમતમાં છે. તેનો અર્થ એ છે તે, અમુક સભ્યો અથવા સહયોગીએ તેમના પક્ષમાં વોટ નથી આપ્યો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.