Western Times News

Gujarati News

મંત્રોનો જાપ કરવાથી દિવ્ય શાંતિની અનુભૂતિ થાય છે. -સાધુ પ્રેમવત્સલ દાસજી

તારીખ 7 માર્ચ ને રવિવારના રોજ સવારે નવ વાગ્યાથી શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગર દ્વારા સદગુરુ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં સત્સંગ સભા યોજવામાં આવી હતી.


આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે આજે લોકો મનની શાંતિ મેળવવા માટે અનેક પ્રયત્નો કરતા હોય છે પરંતુ સુખ અને શાંતિ શ્રી સ્વામિનારાયણ ભગવાનના ચરણ કમળમાં છે.

આજે ઘણા માણસોની ફરિયાદ હોય છે કે તેમને ટેન્શન બહુ રહે છે અને ટેન્શન રહેવાના કારણે તેઓને રાત્રે ઊંઘ પણ આવતી નથી તો આવી પરિસ્થિતિમાંથી મુક્તિ મેળવવાનો એક જ ઉપાય છે કે શ્રી સ્વામિનારાયણ મહામંત્રનો જાપ કરવો અને ભગવાનના નામની માળા ફેરવવી.
ભગવાનના નામની માળા ફેરવવાથી મનને પરમ શાંતિની અનુભૂતિ થાય છે.

આ પ્રસંગે સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે શ્રી સ્વામિનારાયણ ભગવાને આપણને કેવળ કૃપા કરીને મનુષ્ય જન્મ આપ્યો છે તો આ જન્મમાં ભગવાનનું ભજન કરીને મનુષ્ય જન્મને સાર્થક કરી લેવો જોઈએ.દિવસ દરમિયાન ઓછામાં ઓછા બે કલાક સમય કાઢીને ભગવાનનું ધ્યાન માળા કીર્તન ભજન જે કરે છે તે આ લોક અને પરલોકમાં સુખી થાય છે.

– સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.