Western Times News

Gujarati News

મોટીજરી ગામે ચાર મુંગા પશુ બળીને ભડથુ થયા

દેવગઢ બારિયા:     દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાના મોટીઝરી ગામમાં આકસ્મિક આગના બનેલા બે બનાવોમાં લાકડા ઘાસ વગેરે બળીને રાખ થઈ જતા તેમજ ચાર જેટલા મૂંગા પશુઓ બળીને ભડથું થઇ જતાં આગમાં અંદાજે રૂપિયા અઢી લાખનું નુકસાન કયાનું સત્તાવાર રીતે જાણવા મળ્યું છે. જ્યારે આગ લાગવાના કારણે ઢાળિયામાં બાંધી રાખેલા બે બળદ દોરડેથી છૂટીને નાસી જતા તે બચી જવા પામ્યા હતા.

દેવગઢબારિયા ફાયર સ્ટેશનના સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ આજરોજ બપોરના સમયે દેવગઢબારિયા તાલુકાના મોટીજરી ગામે રહેતા રતનભાઈ ગણપતભાઈ ડામોરના ઘરની આગળ ઢોરો બાંધવા માટે બનાવેલ ઢાળિયામાં શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠતા જોતજોતામાં આગ પ્રચંડ બનતા આગ અંગેની જાણ દેવગઢબારિયા ફાયર બ્રિગેડને કરાતા ફાયરબ્રિગેડના લાશ્કરો ફાયર ફાઈટર સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ હાલ પર કાબુ મેળવી આગ ઓલવી નાખી વધુ નુકસાન થતું અટકાવ્યું હતું. આગમા ઢાળિયામાં બાંધી રાખેલા છ મૂંગા પશુઓ પૈકી બે બળદો દોરડેથી છૂટીને નાસી ગયા હતા. જ્યારે બે ગાય તથા બે બકરા આગમાં બળીને ભડથું થઇ ગયા હતા. તેમજ આગમાં ઢાળિયામાં મુકેલ લાકડાના તેમજ ઘાસ વગેરે બળીને રાખ થઈ જતા આગમાં અંદાજે રૂપિયા બે લાખનું નુકસાન થવા પામ્યું હતું.

આ આગના બનાવ બાદ તરત જ ગણતરીની મિનિટોમાં થોડેક દૂર જ ખુલ્લી જગ્યામાં  ચીમનભાઈ જયરામભાઈ બારીયાના ખતેરમાં કરેલા ઘઉ સાથેના કળબના ઢગલામાં ઉપરથી પસાર થતી વીજ લાઈનમાંથી અકસ્માતે તણખા ઝરીને પડતા ઘઉં સાથેની કળબના ઢગલામાં આગ ભભૂકી ઉઠતા ફાયરબ્રિગેડના લાશ્કરો નજીકમાં હોવાથી તે તાબડતોબ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી હાલ હોલવી નાખી આસપાસના ઘરોને નુકસાન થતું અટકાવ્યું હતું. આગમાં ઢગલામાંની ઘઉં સાથેની કળબ સંપૂર્ણ બળીને રાખ થઇ જતા અંદાજે ૫૦ હજારનું નુકશાન થવા પામ્યું હતું. આમ મોટીજરી ગામે જુદી જુદી જગ્યાએ બનેલા આગળના બે બનાવોમાં અંદાજે કુલ મળી રૂપિયા અઢી લાખનું નુકસાન થવા પામ્યું હતું.
 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.