Western Times News

Gujarati News

નીતા મુકેશ અંબાણીએ ‘Her Circle’– સોશિયલ મીડિયા અને લક્ષ્ય-પૂર્તિ કરતું ડિજિટલ પ્લેટફોર્મ – લોન્ચ કર્યું 

મુંબઈ, આ વર્ષના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે, શ્રીમતી નીતા મુકેશ અંબાણીએ ડિજિટલ મીડિયાની તાકાત સાથે મહિલાઓની તાકાતનો સમન્વય કરતી એક અનોખી પહેલ Her Circleની શરૂઆત કરતાં આનંદ વ્યક્ત કર્યો છે. આ પહેલું ડિજિટલ નેટવર્કિંગ પ્લેટફોર્મ છે જેનો ઉદ્દેશ મહિલાઓના સશક્તિકરણને વધુ વેગવાન બનાવવાનો છે અને મહિલાઓને આનંદપ્રદ, આદાનપ્રદાન, જોડાણ અને પરસ્પરના સહયોગ માટે સુરક્ષિત જગ્યા પૂરી પાડીને તેમની વચ્ચે વૈશ્વિક ભગિનીભાવને બળવત્તર બનાવવાનો છે.

Her Circleની પરિકલ્પના મહિલાઓને સામુહિક રીતે ડિજિટલ બનાવવાનો છે – તેની શરૂઆત ભારતીય મહિલાઓથી કરવામાં આવી છે પરંતુ તે સમગ્ર વિશ્વની મહિલાઓ ભાગ લઈ શકે તે રીતે મુક્ત રહેશે. આ એક સર્વવ્યાપી સામગ્રી, સોશિયલ મીડિયા, લક્ષ્ય-પૂર્તિ કરતી કોમ્યુનિટી છે, જે તમામ સામાજિક પૃષ્ઠભૂમિની મહિલાઓની ઝડપથી વધતી આકાંક્ષાઓ, મહત્વાકાંક્ષાઓ, સપનાંઓ અને કાર્યદક્ષતાઓની પૂર્તિ કરે છે.

આ પ્રસંગે રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન શ્રીમતી નીતા એમ. અંબાણીએ કહ્યું કે, “જ્યારે મહિલાઓ મહિલાઓ તરફ ઢળે છે ત્યારે અવિશ્વસનીય ઘટના બને છે! મારે એ જાણવું જોઈએ. મારા સમગ્ર જીવન દરમિયાન હું સશક્ત મહિલાઓ વચ્ચે રહી છું

જેમની પાસેથી મને કરુણા, લવચિકતા અને હકારાત્મક વલણ શીખવા મળ્યા છે; અને બદલામાં હું જે શીખી છું એ અન્યોને શીખવવાનો પ્રયાસ કર્યો છે. 11 સભ્યોના કુટુંબમાં હું એક દીકરી તરીકે મોટી થઈ છું, જ્યાં મને પોતાનામાં વિશ્વાસ ધરાવવાનું શીખવા મળ્યું છે. મારી દીકરી ઈશા તરફથી મને મારા સપનાંઓને અનુસરવા માટે બિનશરતી પ્રેમ અને આત્મવિશ્વાસ મળ્યો છે. મારી પુત્રવધુ શ્ર્લોકા તરફથી મને સહાનુભૂતિ અને ધીરજ શીખવા મળ્યા છે.

રિલાયન્સ ફાઉન્ડેશન સાથે સંકળાયેલી મહિલા હોય કે રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય નેતા હોય, મેં જેમની સાથે કર્યું છે, અમારા અનુભવોના આદાનપ્રદાને દર્શાવ્યું છે કે અંતમાં અમારા સંઘર્ષો અને વિજયોનો પડઘો એકબીજામાં પડે છે.”

“મને ખુશી છે કે અમે HerCircle.inના માધ્યમથી લાખો મહિલાઓ માટે સમર્થન અને ઐક્યનું એક વર્તુળ બનાવી શકીએ છીએ, એવું ડિજિટલ પ્લેટફોર્મ હોય જેના પર આવીને દરેક મહિલા જોડાય અને તેમનું પોતાનું વર્તુળ બનાવે. જ્યારે ડિજિટલ ક્રાંતિએ 24×7 ગ્લોબલ નેટવર્કિંગ અને કોલેબરેશન શક્ય બનાવ્યું છે

ત્યારે હર સર્કલ તમામ સંસ્કૃતિઓ, સમુદાયો અને દેશોની મહિલાઓના વિચારો અને પહેલને આવકારે છે. આ પ્લેટફોર્મ પર ભગિનીભાવ અને સમાનતા પાયાની ખાસિયત બનાવી છે,” તેમ શ્રીમતી અંબાણીએ ઉમેર્યું હતું.

Her Circle કામ કેવી રીતે કરશે? 

નેટવર્કિંગ અને લક્ષ્ય-પૂર્તિ માટેનું એક જ સ્થળઃ મહિલા માટેની સામગ્રી પૂરી પાડવા માટે Her Circleને વન સ્ટોપ ડેસ્ટિનેશન તરીકે ડિઝાઇન કરવામાં આવ્યું છે જે એક સામાજિક મંચના માધ્યમથી મહિલાઓને એકબીજા સાથે જોડે છે સાથે જ આકર્ષક અને ઉત્થાનલક્ષી છે.

આ પ્લેટફોર્મ પર તેમને વાઇબ્રન્ટ વીડિયોઝ મળશે, ઉપરાંત જિંદગીના અનેક આયામોને આવરી લેતા પ્રેરણાદાયી આર્ટિકલ્સ વાંચવા મળશે જેમાં, જિંદગીને બહેતર બનાવવાના, નાણાકીય વ્યવહારો માટેના, વ્યક્તિત્વ વિકાસના, સામુદાયિક સેવા માટેના, બ્યૂટી, ફેશન, એન્ટરટેઇનમેન્ટ, ક્રિએટીવ સેલ્ફ-એક્સપ્રેશન જેવા વિષયો આવરી લેવાયા છે અને મહિલાઓના નેતૃત્વ ધરાવતી એનજીઓ અને અન્ય સંસ્થાનોમાં મહિલાઓના યોગદાનની વાતો હશે.

સ્વાસ્થ્ય, કલ્યાણ, શિક્ષણ, ઉદ્યોગસાહસિકતા, નાણાકીય બાબતો, સખાવતી કાર્યો, માર્ગદર્શન અને નેતૃત્વ જેવા વિષયો પર બનેલી રિલાયન્સની સમૃદ્ધ એક્સપર્ટ પેનલ મહિલાઓને આ પ્લેટફોર્મ પર સવાલોના જવાબો આપશે. આ પ્લેટફોર્મ પર એક ખાસ વિભાગ મહિલાઓને તેમની કાર્યકુશળતા વધારવામાં મદદ કરશે અને તેમના પ્રોફાઇલને અનુરૂપ નોકરી શોધી આપવામાં પણ મદદ કરશે.

જે તે વિષયમાં સર્વશ્રેષ્ઠ નિષ્ણાતના માસ્ટરક્લાસમાંથી ઘણું બધું શીખી શકશે અથવા કોમ્પ્લીમેન્ટરી ડિજિટલ કોર્સિસ પણ મેળવી શકશે. સંઘર્ષોમાંથી સફળતા મેળવનારી મહિલાઓની કહાની થકી મહિલાઓને પ્રેરણા, અપેક્ષા અને અન્યો પ્રત્યે સ્થિતિસ્થાપકતા મેળવવા માટે Her Circle મહિલાઓને એક નિશ્ચિત સ્થાન પૂરું પાડે છે.

ખાનગી, વ્યક્તિગત અને સુરક્ષિતઃ વીડિયોથી આર્ટિકલ સુધીની સામગ્રી તમામ માટે ખુલ્લી છે, પણ સોશિયલ નેટવર્કિંગ માત્ર મહિલાઓ પૂરતું સીમિત રહેશે. સોશિયલ કનેક્ટ મહિલાને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડશે, જ્યાં માત્ર મહિલાઓ માટેનું ફોરમ નવા મિત્રો બનાવવાનું, એકસમાન હિતો ધરાવતી મહિલાઓ સાથે જોડાવાનું અને કોઈ ખચકાટ વગર પ્રશ્નો પૂછવાનું વાતાવરણ પૂરું પાડશે. એક કોન્ફિડેન્શિયલ ચેટરૂમમાં મેડિકલ અને ફાઇનાન્સ બાબતોના નિષ્ણાતોને પ્રશ્નો પૂછવા માટે Her Circle ખાસ અને વ્યક્તિગત જગ્યા પણ આપશે.

હર ગૂડ હેબિટ એપઃ ઉપયોગી અને ઉત્થાન માટેની સામગ્રી, સુરક્ષિત અને વ્યક્તિગત વાતાવરણમાં સોશિયલ નેટવર્કિંગ અને નિષ્ણાતોની સલાહ પૂરી પાડવા ઉપરાંત Her Circle એક સાચા મિત્રની જેમ સાચી આદતો જાળવવા અને તેને રોજબરોજના જીવનમાં લાગુ કરવા માટેની મદદ પણ પૂરી પાડશે.

જો મહિલાને શારીરિક રીતે ફીટ બનવું છે તો ફીટનેસ ટ્રેકર છે; નાણાકીય બાબતોના પ્રશ્નો ઉકેલવા છે તો એક ફાઇનાન્સ ટ્રેકર છે; જો તેમણે તેમના પીરિયડનું યોગ્ય અનુમાન લગાવી યાદ અપાવવું છે તો પીરિયડ ટ્રેકર છે; જો તેણે આ વર્ષે બાળક ધારણ કરવું છે તો અમારી પાસે ફર્ટિલિટી ટ્રેકર છે; તેણે ગર્ભધારણ દરમિયાનની સલાહ જોઈએ છે તો અમારી પાસે પ્રેગ્નન્સી ટ્રેકર અને ગાઇડ છે.

Her Circle એક ડેસ્કટોપ અને મોબાઇલ રિસ્પોન્સિવ વેબસાઇટ છે અને ગૂગલ પ્લે સ્ટોર તથા માય જિયો એપ સ્ટોર પર તેની એપ પણ ઉપલબ્ધ છે.  અને અંતે, રજિસ્ટર્ડ યુઝર્સ માટે Her Circleમાં જોડાવું તદ્દન નિઃશુલ્ક છે. અત્યારે શરૂઆતમાં તે ઇંગ્લિશ ભાષામાં લોન્ચ કરાશે અને બાદમાં અન્ય ભાષાઓમાં પણ ઉપલબ્ધ બનશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.